અત્યારે શેરબજારમાં રોકાણ કરવું કેટલું યોગ્ય ? રોકાણકારોએ કેટલું જોખમ લેવું, સમગ્ર માહિતી મેળવવા માટે જુઓ video
આજે ફિન નિફ્ટીની એક્સપાયરીના દિવસે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્સેક્સ-નિફ્ટી સતત ચોથા દિવસે રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયા છે. નિફ્ટી બેંક પણ રેકોર્ડ હાઈ પર બંધ થયો છે. સેન્સેક્સ 274 અંક વધીને 65479ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 66 પોઈન્ટ વધીને 19389ની સપાટીએ બંધ રહ્યો હતો.
તમામ ક્ષેત્રોમાં રોટેશનલ ખરીદી દ્વારા બજારને મદદ મળી રહી છે. જેના કારણે ઓવરબૉટની સ્થિતિ હોવા છતાં બજારમાં તેજી જળવાઈ રહી છે. વર્તમાન બજાર માળખું અને સાનુકૂળ વૈશ્વિક સંકેતોને જોતાં આ વલણ ચાલુ રહેવાની શક્યતા છે. શેરબજાર (Stock Market ) હાલ ઓલ-ટાઇમ હાઇ છે. સેન્સેક્સે 65,500 અને નિફ્ટીએ 19,400ની સપાટી ક્રોસ કરી છે. સ્મોલકેપ અને મિડકેપ સહિતનાં ઈન્ડેક્સમાં તેજી છે. શેર માર્કેટની આ તેજી પાછળ કયા પરિબળ જવાબદાર છે ? કેટલાક લોકો આને બબલ પણ કહે છે, આવી સ્થિતીમાં રોકાણકારોને રોકાણ કરવું જોઇએ કે નહીં એ તમામ સવાલને લઇને શેરબજારનાં નિષ્ણાત સિદ્ધાર્થ માંડલેવાલા દ્વારા જાણીએ જવાબ.
Published on: Jul 04, 2023 05:37 PM
