Viral Video: લગ્નમાં કન્યાએ વટથી કર્યું ફાયરીંગ, પછી થયું એવું કે પસ્તાવાનો પાર ના રહ્યો

30 મેના રોજ રૂપાના લગ્ન હતા. જેમાં તે સ્ટેજ પર એન્ટ્રી વખતે જ ફાયરીંગ કરે છે. વિડીયોમાં જોવા મળે છે કે એક હાથમાં બંદૂક છે અને બીજા હાથમાં પતિનો હાથ છે.

| Updated on: Jun 01, 2021 | 4:58 PM

આપણા દેશમાં અવારનવાર લગ્નના વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. ઘણી વાર લગ્નોમાં આકાશ તરફ ફાયરીંગ પણ જોવા મળે છે. જે ખરેખર ગેરકાયદેસર છે. ઉત્તર પ્રદેશમાં આવી જ એક ઘટના સામે આવી છે. UP ના પ્રતાપગઢના જેઠવારામાં રિવોલ્વર રાની બનીને કન્યા ફાયરીંગ કરતી જોવા મળે છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.

રવિવાર રાત્રે ઘટેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિડીયોમાં જોવા મળતી લક્ષ્મણ ગામના રહેવાસી ગિરિજા શંકર પાંડેની પુત્રી રૂપાને લગ્ન પ્રસંગમાં રિવોલ્વરથી વટથી ગોળીબાર કરવું મોંઘુ પડી ગયું છે.

કન્યા વિરુદ્ધ નોંધાયો કેસ 

રૂપા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રવિવારે ફૂલહાર સમયે કન્યાએ તેના કાકા રામદાસ પાંડેની લાઇસન્સવાળી રિવોલ્વર લઇને ફાયરિંગ કર્યું હતું. જે વિડીયોમાં જોવા મળી રહ્યું છે. રૂપાના પ્લેટફોર્મ પરથી આ ફાયરિંગનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.

બાદમાં પોલીસે વાયરલ વીડિયોની નોંધ લઈ રિવોલ્વર કબજે કરી હતી, અને રૂપા પાંડે, તેના પિતા અને કાકા સામે કેસ નોંધ્યો હતો. પોલીસે રિવોલ્વરનું લાઇસન્સ રદ કરવાની ભલામણ પણ લાયસન્સ વિભાગને મોકલી છે.

એક હાથમાં વરનો હાથ બીજામાં બંદૂક

તમને જણાવી દઈએ કે 30 મેના રોજ રૂપાના લગ્ન હતા. જેમાં તે સ્ટેજ પર એન્ટ્રી વખતે જ ફાયરીંગ કરે છે. વિડીયોમાં જોવા મળે છે કે એક હાથમાં બંદૂક છે અને બીજા હાથમાં પતિનો હાથ છે. ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરવી રૂપાને ભારે પડી રહી છે. વરરાજાએ કન્યા તરફ હાથ લંબાવ્યો. કન્યાએ એક હાથથી વરરાજાનો હાથ પકડ્યો હતો અને હવામાં પિસ્તોલ ધરીને તેના બીજા હાથથી ગોળી ચલાવી હતી.

વિડીયોમાં શોટના અવાજ પછી ધુમાડો ફેલાતો દેખાય છે. આ બાદ લોકો એ તાળીઓ પણ પાડી હતી. વરરાજા કન્યાને સ્ટેજ પર લઇ આવે છે. તમને જણાવી દઈએ કે લગ્નમાં ફાયરીંગ પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો શરીરના અંગો પર તલ હોવાનો શું અર્થ? આ અંગ પર તલ ધારવતા લોકો હોય છે અમીર

આ પણ વાંચો: પગ લથડ્યા, ભાન ભૂલ્યા: જ્યારે આલ્કોહોલ શરીરમાં જાય છે તો અંદર શું ખેલ રચાય છે?

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">