Tech Master: mAh શું છે? જાણો તે કેવી રીતે કામ કરે છે, કેટલા mAh ની બેટરી છે બેસ્ટ

|

May 10, 2022 | 5:42 PM

અમારી આ વિશેષ રજૂઆતમાં અમે તમને એવી રસપ્રદ માહિતી આપીશુ જે બાદ તમે કોઈ પણ સ્માર્ટફોન (Smartphone) ખરીદતા પહેલા આ તમામ બાબતોનું ધ્યાન રાખશો જે અમે તમને જણાવીશું.

સ્માર્ટફોન(Smartphone)ની વાત કરીએ અને ફોનની બેટરીની વાત ન કરીએ, એવું તો બની જ ન શકે. ફોનની બેટરીને સ્માર્ટફોનની લાઈફ માનવામાં આવે છે. mAh નો ઉપયોગ ફોનમાં પાવર દર્શાવવા માટે થાય છે. એવું માનવામાં આવે છે કે વધુ mAh એટલે વધુ પાવરફુલ બેટરી(Mobile Battery). સ્માર્ટફોન બ્રાન્ડમાં આજકાલ 6000mAh થી 7000mAh સુધીની બેટરી આપવામાં આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે mAh એટલે શું? આજે અમે તમને આ બધા સવાલોના જવાબ જણાવી રહ્યા છીએ.

mAh શું છે?

mAh નું ફુલ ફોર્મ મિલિએમ્પીયર-કલાક (milliampere-hour)છે. આમાં A એટલે એમ્પીયર, H એટલે કલાક અને m એટલે મિલી થાય છે. આ એક મૂળભૂત ગાણિતિક સૂત્ર છે જેનો ઉપયોગ સ્માર્ટફોનની બેટરીની શક્તિને દર્શાવવા માટે થાય છે.

Current = Charge x Time

બેટરીની ક્ષમતા AH માં બતાવવામાં આવી છે, જેમાં AH નો અર્થ એમ્પીયર કલાક (Ampere Hour) થાય છે. A નો અર્થ એમ્પીયર એ વિદ્યુતપ્રવાહનો એકમ છે અને H એટલે Hour એ સમયનો એકમ છે. mAh એ સમયાંતરે ઊર્જા શક્તિને માપવા માટે વપરાતું એકમ છે.

બેટરી કેવી રીતે માપવી

ફોન અને અન્ય ગેજેટ્સમાં રિચાર્જેબલ બેટરી આપવામાં આવે છે, જે ચાર્જ થવા પર અમુક સમય માટે વાપરી શકાય છે. એવું માનવામાં આવે છે કે જો તમે મોબાઈલ પર વધુ કામ કરશો તો વધુ બેટરી ખર્ચ થશે. જો તમારા ફોનની બેટરી 3000 mAh છે.

જો મોબાઈલ 3000 મિલી એમ્પીયર (milliamps) લેશે, તો ફોનની બેટરી 1 કલાક સુધી ચાલશે.
3000 mAH ÷ 3000 mA = 1 Hour

બીજી તરફ, જો ફોનની બેટરી 150 મિલિઅમ્પ્સ લેશે, તો ફોનની બેટરી 20 કલાક સુધી ચાલશે.
3000 mAH ÷ 150 mA = 20 કલાક

કેટલા પ્રકારની હોય છે બેટરી

હાલમાં બજારમાં લિથિયમ આયન ફોનની બેટરી ઉપલબ્ધ છે. તે વજનમાં હલકું અને કદમાં નાનું છે. જોકે તેમની કિંમત વધારે છે. લિથિયમ પોલિમર બેટરી, નિકલ કેડમિયમ, નિકલ મેટલ હાઇડ્રાઇડ અને નવી લિથિયમ ટેક્નોલોજીવાળી બેટરીઓ છે.

કેટલા mAh બેટરીનો ફોન છે બેસ્ટ

હાલમાં, કેટલાક સ્માર્ટફોન્સમાં 2,500mAh બેટરી આપવામાં આવે છે. તેમજ કેટલાક સ્માર્ટફોનમાં 7000mAh બેટરી આપવામાં આવી રહી છે. પરંતુ સામાન્ય રીતે 4000mAh થી 5000mAh બેટરી બેસ્ટ માનવામાં આવે છે, જે એક દિવસની બેટરી લાઈફ સાથે આવે છે.

અમારી આ વિશેષ રજૂઆતમાં અમે તમને એવી રસપ્રદ માહિતી આપીશુ જે બાદ તમે કોઈ પણ સ્માર્ટફોન ખરીદતા પહેલા આ તમામ બાબતોનું ધ્યાન રાખશો જે અમે તમને જણાવીશું. ત્યારે અમે મોબાઈલ સ્ક્રીન પર એક રસપ્રદ માહિતી આપેલી છે જે વાંચવા માટે અહીં ક્લિક કરો,

Published On - 4:57 pm, Mon, 9 May 22

Next Video