Tech Master: Pixel અને Mega Pixel શું છે? સરળ ભાષામાં આ રીતે સમજો

|

May 17, 2022 | 8:17 AM

કેમેરાના રિઝોલ્યુશનને માપવા માટે મેગા પિક્સેલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના દ્વારા જાણી શકાય છે કે કેમેરા કેટલી રિઝોલ્યુશન ઇમેજ કેપ્ચર કરવામાં સક્ષમ છે, તેને તે કેમેરાનું મેગા પિક્સેલ (Megapixel)કહેવામાં આવે છે.

જ્યારે તમે તમારું કમ્પ્યુટર અથવા મોબાઇલ ચાલુ કરો છો, ત્યારે તમે તમારી ડિસ્પ્લે સ્ક્રીનમાં ધ્યાનથી જોશો, તો તમને કેટલાક ડોટ્સ અથવા બિંદુઓ દેખાશે, આ બિંદુઓને પિક્સલ(Pixel) કહેવામાં આવે છે. પિક્સલ કોઈપણ ડિજિટલ ફોટો(Image)અથવા ડિસ્પ્લે (Display)ના સૌથી નાના બિંદુઓ છે અને આ નાના બિંદુઓથી મળીને ઇમેજ બને છે. જે ઈમેજમાં જેટલા વધુ પિક્સેલ્સ હશે તેટલી તે ઇમેજની ક્વૉલિટી સારી હશે અને જ્યારે પિક્સેલ્સ વધુ હશે તો રિઝોલ્યુશન પણ વધુ હશે, રિઝોલ્યુશન જેટલું ઊંચું હશે, ઇમેજની અને ફાઈલની સાઈઝ વધુ  હશે.

Pixel શું છે ?

Pixel કોઈ પણ Digital Image અથવા Displays નો Smallest Portion હોય છે જેને કમ્પ્યુટર પ્રિન્ટીંગ અથવા પ્રદર્શિત કરવા સક્ષમ હોય છે. જે ઈમેજમા જેટલા વધુ Pixels હોય છે તે ઈમેજની ક્વાલિટી તેટલી જ સારી હોય છે અને જ્યારે Pixels વધુ હોય તો Resolution પણ વધુ હોય છે.

મેગા પિક્સલ શું છે

કેમેરાના રિઝોલ્યુશનને માપવા માટે મેગા પિક્સેલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના દ્વારા જાણી શકાય છે કે કેમેરા કેટલી રિઝોલ્યુશન ઇમેજ કેપ્ચર કરવામાં સક્ષમ છે, તેને તે કેમેરાનું મેગા પિક્સેલ (Megapixel)કહેવામાં આવે છે. કૅમેરાના મેગાપિક્સેલ નંબરની ગણતરી કૅમેરાના સેન્સર દ્વારા કૅપ્ચર કરાયેલા Horizontal pixelની સંખ્યાથી Vertical Pixel ની સંખ્યા દ્વારા ગુણાકાર કરવામાં આવે છે. જેટલા વધુ મેગા પિક્સલનો કમેરા હશે તેટલી મોટી સાઈઝના ફોટો તે કેમેરા વડે કેપ્ચર કરી શકાશે.

1 મેગા પિક્સલ = 1 મિલિયન પિક્સલ

કૅમેરાના મેગા પિક્સેલની ગણતરી કૅમેરાના સેન્સર દ્વારા કૅપ્ચર કરાયેલા હોરિઝોન્ટલ પિક્સેલ્સની સંખ્યા અને વર્ટીકલ પિક્સેલ્સની સંખ્યાને ગુણાકાર કરીને કરવામાં આવે છે. તે કૅમેરા વડે સમાન કદની તસવીરો કૅપ્ચર કરી શકાય છે.

કેમેરાની ગુણવત્તા તેના સેન્સરની ગુણવત્તાથી પ્રભાવિત થાય છે, તેના મેગા પિક્સેલ રિઝોલ્યુશનમાં બહુ ફરક પડતો નથી. જો તમે પ્રિન્ટ કરવા માંગતા હો, તો છાપવાની ઇમેજ જેટલી મોટી છે, તેટલી વધુ મેગા પિક્સેલ હોવી જોઈએ.

ઉદાહણથી સમજીએ

HDTV Resolution = 1920×1080

Megapixel = width pixels × Height pixels
= 1920×1080
= 2073600 pixels

One Megapixel = 1 million Pixels

2073600 ÷1000000 = 2.0736 megapixel

HD TV has a 2.1-megapixel number

મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી આ ખાસ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેમજ Resolution શું છે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો, આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો, અમે ટૂંક સમયમાં આ વિષય પર વધુ માહિતી અને કંઈક નવું લઈને આવીશું.

Next Video