Tax Master : શું તમે ફ્રીલાન્સર છો કે નાનકડો બિઝનેસ ચલાવો છો? જાણો GST રજીસ્ટ્રેશનથી TDS સુધીની તમામ માહિતી – જુઓ Video
હાલના સમયમાં ફ્રીલાન્સર્સની સંખ્યા ઘણી વધી છે. જો કે, મોટાભાગના ફ્રીલાન્સર્સ ITR ફાઇલ કરતી વખતે અસમંજસમાં મુકાય છે. એવામાં ચાલો જાણીએ કે, ફ્રીલાન્સર્સે ઇન્કમ ટેક્સ ફાઇલ કરતી વખતે કયું 'ફોર્મ' ભરવું જોઈએ....
Tax Master: ફ્રીલાન્સર પોતાની આવકને બિઝનેસ કે પ્રોફેશનલ ફી તરીકે દર્શાવી શકે છે. આ માટે ITR-3 અથવા ITR-4 ફોર્મ ભરી શકાય છે. જો તમે ‘Presumptive Income Scheme’ હેઠળ ટેક્સ ભરવા માંગતા હોવ, તો ITR-4 ફોર્મ ભરી શકાય છે.
બીજું કે, જ્યારે તમારી સર્વિસમાં વાર્ષિક ટર્નઓવર ₹20 લાખ અને ગૂડ્સમાં ₹50 લાખ કે તેથી વધુ હોય, ત્યારે GST રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે. જણાવી દઈએ કે, ખાસ રાજ્યોમાં આ લિમિટ ઓછી હોઈ શકે છે.
જો ટર્નઓવર 1.5 કરોડ સુધીનું હોય અથવા સર્વિસના કેસમાં ટર્નઓવર ₹50 લાખ સુધી હોય, તો તમે કોમ્પોઝિશન સ્કીમ પસંદ કરી શકો છો. આ સ્કીમ હેઠળ ફ્રીલાન્સર અથવા SMEs 1% થી 6% સુધીનું GST ભરી શકે છે.
“ટેક્સ માસ્ટર” એ સામાન્ય રીતે તે વ્યાવસાયિક, વ્યાખ્યાયિત કે વ્યવસાયિક વ્યક્તિ છે, જે વિવિધ પ્રકારના કરવેરા અંગે લોકોને માર્ગદર્શન આપે છે. ટેક્સને લગતા તમામ લેખ વાંચવા માટે હમણાં જ અહીં ક્લિક કરો.
Latest Videos
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો

