Tax Master: ‘ટેક્સ સેવિંગ પર ચર્ચા’ ! ઇન્કમ ટેક્સ ફાઇલ કરતાં પહેલા આટલું અવશ્ય જાણી લો
શું તમે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવા જઈ રહ્યા છો ? જો હા, તો 'ટેક્સ સેવિંગ'ને લગતી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તેના વિશે જરૂરથી જાણી લેજો.
Tax Master: ઇન્કમ ટેક્સ ફાઇલ કરતાં પહેલા ‘ટેક્સ સેવિંગ’ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. જણાવી દઈએ કે, ટેક્સ સેવિંગના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. કલમ 80 C હેઠળ ₹1.5 લાખ સુધીની ઇન્કમ પર ટેક્સ છૂટ મેળવી શકાય છે, જેમાં EPF, PPF, ELSS મ્યુચ્યુઅલ ફંડ, LIC પ્રીમિયમ, ટેક્સ સેવિંગ FD અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, NPS માં કલમ 80 CCD(1B) હેઠળ ₹50,000 સુધીની છૂટ મળે છે, જેનાથી કુલ ₹2 લાખ સુધીની ટેક્સ સેવિંગ કરી શકાય છે. વધુમાં સિનિયર સિટિઝન્સને બેઝિક એક્ઝેમ્પશન લિમિટ પર ₹3 લાખ, મેડિકલ ઇન્સ્યોરન્સ પર ₹50,000 અને બેંક FDના વ્યાજ પર ₹50,000 સુધીની છૂટ મળે છે.
રોકાણ માટે EPF, PPF અને ELSS ત્રણેયના પોતપોતાના ફાયદા છે. EPF સેલેરીડ પર્સન માટે સુરક્ષિત અને ગેરંટીડ રિટર્ન આપે છે, PPF લાંબા ગાળાના રોકાણ માટે ટેક્સ ફ્રી રિટર્ન આપે છે અને ELSS એ માર્કેટ-લિંક્ડ ફંડ છે, જે હાઈ રિટર્ન તેમજ 3 વર્ષના લોક-ઇન પીરિયડ સાથે આવે છે.

