MONEY9: ટાર્ગેટ મેચ્યોરિટી ફંડમાં ટેક્સની બચત કેવી રીતે કરશો, જાણો આ વીડિયોમાં

|

Apr 01, 2022 | 10:26 PM

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડમાં રોકાણ કરવાથી ટેક્સની બચત કેવી રીતે થાય છે. ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ એવા ડેટ ફંડ હોય છે જેનો મેચ્યોરિટી પીરિયડ તેમણે જેમાં રોકાણ કર્યું છે તે બોન્ડ઼ના મેચ્યોરિટી પીરિયડ સાથે મેચ થાય છે.

આજે અમે તમને બતાવીશું કે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ (TARGET MATURITY FUND)માં રોકાણ (INVESTMENT) કરવાથી ટેક્સ (TAX)ની બચત કેવી રીતે થાય છે. ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ એવા ડેટ ફંડ હોય છે જેનો મેચ્યોરિટી પીરિયડ તેમણે જેમાં રોકાણ કર્યું છે તે બોન્ડ઼ના મેચ્યોરિટી પીરિયડ સાથે મેચ થાય છે. ચાલો જણાવીએ કે તેની પર ટેક્સ કેવી રીતે ઓછો લાગે છે અને રિટર્ન કેવી રીતે વધારે મળે છે.

એક ઉદાહરણ જોઇએ. માની લો કે એક રોકાણકાર આકાશે નાણાકીય વર્ષ 2018-19માં કોઇ પરંપરાગત રોકાણ સાધનમાં અને ટાર્ગેટ મેચ્યોરિટી ફંડમાં 1-1 લાખ રૂપિયા લગાવ્યા. બન્નેમાં રોકાણ 3 વર્ષ માટે છે અને બન્ને પર બરાબર 6 ટકાનું રિટર્ન મળે છે. 3 વર્ષ બાદ બન્ને પર મેચ્યોરિટી રકમ એકસમાન, એટલે કે 1 લાખ 19 હજાર 102 રૂપિયા થશે. પરંતુ એક તરફ પરંપરાગત રોકાણ પર જ્યાં ટેક્સ 5 હજાર 960 રૂપિયા થશે તો બીજી તરફ ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ પર ફક્ત 1 હજાર 225 રૂપિયાનો થશે. આ રીતે પરંપરાગત રોકાણ પર જ્યાં ટેક્સ બાદ રિટર્ન ફક્ત 4.20% થશે. તો બીજીબાજુ ટાર્ગેટ મેચ્યોરિટી ફંડમાં 5.64% થશે. આનું કારણ છે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ પર મળનારી ઇન્ડેક્સેશનની સુવિધા.

ઇન્ડેક્સેશન શું હોય છે
હવે તમારા મનમાં એ સવાલ ઉભો થાય કે ઇન્ડેક્સેશન શું હોય છે? ઇન્ડેક્સેશન હકીકતમાં કોઇ લાભની ગણતરીમાં મોંઘવારીની અસરને ઘટાડવાને કહેવામાં આવે છે. એટલે કે તેમાં મોંઘવારીની ભરપાઇ કરી દેવામાં આવે છે. આ સુવિધા મળવાથી લોકોનો ટેક્સ ઘટી જાય છે અને તેમને રિટર્ન વધારે મળે છે. સરકાર દર વર્ષે એક કૉસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નક્કી કરે છે જે વર્ષ 2018-19 માટે 280 રૂપિયા અને 2021-2022 માટે 317 રૂપિયા છે.

ઇન્ડેક્સેશનની ગણતરી
ઇન્ડેક્સેશનની ગણતરી આ રીતે કરવામાં આવે છે. વેચાણ વર્ષનો કૉસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ભાગ્યા ખરીદ વર્ષનો કૉસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ગુણ્યા રકમ. અહીં રકમ 1 લાખ રૂપિયા છે, એટલે ઇન્ડેક્સેશન થશે 317 ભાગ્યા 280 ગુણ્યા 1 લાખ રૂપિયા એટલે કે 1 લાખ 13 હજાર 214 રૂપિયા….એટલે આકાશની મેચ્યોરિટી રકમ 1 લાખ 13 હજાર 214 રૂપિયા જ માનવામાં આવશે.

પરંપરાગત રોકાણ પર 30% ટેક્સ લાગશે પ્લસ 4%નો સેસ ઉમેરાયો, બીજી તરફ ટાર્ગેટ મ્યુચ્યુઅલ ફંડ પર ઇન્ડેક્સેશન બાદ ફક્ત 20% ટેક્સ લાગશે અને તેમાં 4% સેસ ઉમેરવામાં આવ્યો. તો મૂળ સંદેશ એ છે કે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડમાં ટેક્સ ઓછો લાગે છે, એટલે તમને રિટર્ન વધારે મળી શકે છે.

આ પણ જુઓ

SIP માટે કેવી રીતે પસંદ કરશો સારૂ ફંડ

આ પણ જુઓ

બજારના ઉતાર-ચઢાવમાં નાના રોકાણકારોએ શું કરવું?

Next Video