“તમે ભારતીય છો તો પાસપોર્ટની જરૂર નથી, ચા પીવો… અને બેફિકર થઈને ફરો…” તાલિબાની સુરક્ષાકર્મીના ભારતપ્રેમનો Video વાયરલ

અમેરિકાએ અફઘાનિસ્તાનથી તેની સેના પરત લેતા જ અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાનની વાપસી થઈ જેને ભારત- અફઘાનિસ્તાનના સંબંધો માટે ઝટકા તરીકે જોવામાં આવ્યો. જો કે અફઘાનીઓના દિલમાં ભારતીયોનું સ્થાન યથાવત છે.

તમે ભારતીય છો તો પાસપોર્ટની જરૂર નથી, ચા પીવો... અને બેફિકર થઈને ફરો... તાલિબાની સુરક્ષાકર્મીના ભારતપ્રેમનો Video વાયરલ
| Updated on: Oct 09, 2025 | 4:00 PM

ભારત અને અફઘાનિસ્તાનના સંબંધ દાયકાઓ જુના છે. ખાસ કરીને બંને તરફના લોકો વચ્ચે ભારતની આઝાદી પહેલાથી ઘણો સદ્દભાવ અને પ્રેમનો સંબંધ છે. ભારતમાં મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનના લોકો શરણ લઈ રહ્યા છે તો અફઘાની લોકો પણ તેમની જમીન પર ભારતીયોને જોઈને ખુશ થાય છે. અફઘાનિસ્તાનના લોકો ભારતીયોને જે ઈજ્જત અને સમ્માનથી જુએ છે. તેનો એક વીડિયોના દ્વારા સામે આવ્યુ છે. અફઘાનિસ્તાન તાલિબાનના એક સુરક્ષાકર્મીને ભારતીય પ્રવાસીનો પાસપોર્ટ જોવાનો એવુ કહીને ઈનકાર કરી દીધો કે તમે ઈન્ડિયાથી આવ્યા છો તો બેફિકર થઈને ફરો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એક ભારતીય પ્રવાસીનો છે. જે બાઈક પર અફઘાનિસ્તાનમાં ફરી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં કાબુલ તરફ એન્ટ્રી કરે છે તો એક ચેકપોસ્ટ પર ત્યાં તૈનાત એક અધિકારી તેને રોકે છે. તે બાઈક રાઈડર પાસે પાસપોર્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ માગે છે અને પૂછે છે તે તમે ક્યા જઈ રહ્યા છો.

આ વાતચીત દરમિયાન તાલિબાન સુરક્ષાકર્મીએ બાઈકસવાર પાસેથી કોઈ દસ્તાવેજ તો ન માગ્યા ઉપરથી તેને ચા પીવાની પણ ઓફર કરી. આના પર બાઈક સવાર કહે છે કે તે રોકાઈ શકે તેમ નથી તેને કાબુલ પહોંચવામાં મોડુ થઈ જશે. જે બાદ તાલિબાન-સુરક્ષાકર્મી ભારત- અફઘાનિસ્તાન ભાઈચારા જિંદાબાદ કહેતો તેને મોકલે છે.

ભારત-અફઘાનિસ્તાન સંબંધ

ઓગસ્ટ 2021માં અમેરિકાએ અફઘાનિસ્તાનથી તેની સેના પરત બોલાવી લીધી. આ સાથે જ કાબુલની તત્કાલિન સરકાર પડી ગઈ અને સત્તામાં તાલિબાનની વાપસી થઈ. જે બાદથી ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો થોડા ઠંડા ચાલી રહ્યા છે. હાલના મહિનામાં ભારતના તાલિબાન સાથે સંબંધો ઝડપથી સુધરી રહ્યા છે. બંને દેશ અને મુદ્દા પર એકબીજા સાથે આગળ વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં બંને દેશોના અધિકારીઓ વચ્ચે બેઠકો પણ થઈ છે.

Part : 1 જો એ દિવસે નાગા સાધુઓએ અસ્ત્રો-શસ્ત્રો સાથે મોરચો ન સંભાળ્યો હોત તો મુઘલ સેનાએ કાશી વિશ્વનાથ મંદિરનો પણ કરી નાખ્યો હોત નાશ