Surendranagar News: સુરેન્દ્રનગરના વસ્તડીમાં પુલ તુટતા બનાવવામાં આવ્યું ટાયર તોડ ડાયવર્ઝન, યોગ્ય રસ્તો બનાવવા સ્થાનિકોની માગ

|

Oct 11, 2023 | 8:45 AM

આ રસ્તા પર ખેડૂતો, સ્થાનિકો તમેજ શાળાની બસ પણ પસાર થાય છે. ડાયવર્ઝનો રસ્તો સતત વ્યસ્થ રહે છે. પરંતુ ડાયવર્ઝમાં રસ્તો બનાવતી વખતે યોગ્ય લેવલ પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે વાહનચાલકોની પરાવાર તકલીફ પડી રહી છે.

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વસતડી ગામનો પુલ ધરાશાયી થયો, તે દુર્ઘટનાને 15 દિવસથી વધારે સમય વીતી ગયા છે. બોટાદ, ભાવનગર, સાયલા તરફ જવા માટે આ એક માત્ર પુલ હતો. 110 ગામને જોડતો કડીરૂપ બ્રિજ ધરાશાયી થયા બાદ રોડ અને બિલ્ડીંગ વિભાગે કામચલાવ વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો: Surendranagar Breaking News: સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 4ના મોત, 3 ઈજાગ્રસ્ત

7 કિલોમીટરનોનો ધરમનો ધક્કો થાય એવી રીતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ ડાયવર્ઝનમાં પણ લોટ, પાણી અને લાકડા જેવો ઘાટ સર્જાયો છે. ડ્રાયવર્જન આપવામાં આવ્યું તે રોડ પર ડામર નથી લગાવયો માત્ર કપચી પાથરીને તંત્રએ સંતોષ માની લીધો છે.

ડાયવર્ઝન પર ખુલ્લી કપચીના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ધારદાર કપચીના કારણે ટાયરને ભારે નુકસાન થાય છે. બાઈકચાલકો માટે તો અહીં વાહન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કપચી ટાયરમાં ખૂંચી જાય તેવા ભયના કારણે બાઈકચાલકો રસ્તા પર પડી જાય છે.

આ રસ્તા પર ખેડૂતો, સ્થાનિકો તમેજ શાળાની બસ પણ પસાર થાય છે. ડાયવર્ઝનો રસ્તો સતત વ્યસ્થ રહે છે. પરંતુ ડાયવર્ઝમાં રસ્તો બનાવતી વખતે યોગ્ય લેવલ પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે વાહનચાલકોની પરાવાર તકલીફ પડી રહી છે. સ્થાનિકોની માગણી છે કે તાત્કાલિક ડાયવર્ઝન પર ડામર લગાવી યોગ્ય રસ્તો બનાવવામાં આવે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

Published On - 8:44 am, Wed, 11 October 23

Next Video