ગ્રેટર નોઈડામાં વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ થતા વિદ્યાર્થી દાઝ્યો, જાણો કેમ થયો ધડાકો – જુઓ Video
ગ્રેટર નોઈડાના સેક્ટર 36માં આવેલ એક ઘરમાં ચોંકાવનારી ઘટના ઘટી હતી, જ્યાં ટોઇલેટમાં થયેલા વિસ્ફોટમાં 20 વર્ષીય યુવાન આશુ નાગર ગંભીર રીતે દાઝી ગયો હતો.
ગ્રેટર નોઈડાના સેક્ટર 36માં આવેલ એક ઘરમાં 3 મેના રોજ ચોંકાવનારી ઘટના ઘટી હતી, જ્યાં ટોઇલેટમાં થયેલા વિસ્ફોટમાં 20 વર્ષીય યુવાન આશુ નાગર ગંભીર રીતે દાઝી ગયો હતો. પરિવારજનોએ દાવો કર્યો છે કે, વિસ્ફોટ ગટર લાઇનમાં મિથેન ગેસ જમા થવાને કારણે થયો હતો.
ઘટનાના સમયે ધોરણ 12માં અભ્યાસ કરતો આશુ નાગર વેસ્ટર્ન ટોઇલેટમાં બેસવા ગયો હતો, ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. આશુ નાગરના પિતા સુનિલ પ્રધાનના જણાવ્યા અનુસાર, ફ્લશ કરતી જ વિસ્ફોટ થયો અને તરત જ આગ લાગતા આશુ દાઝી ગયો. આ ઘટનામાં આશુના શરીરનો અંદાજે 35 થી 40 ટકા ભાગ દાઝી ગયો છે અને હાલમાં તેની સારવાર GIMS હોસ્પિટલમાં ચાલી રહી છે.
પરિવારનું કહેવું છે કે, કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જોડે નહોતું તો પણ આ વિસ્ફોટ થયો હતો. અધિકારીઓએ તપાસ માટે 10 દિવસનો સમય માગ્યો છે. બીજી બાજુ સ્થાનિક નાગરિકોનો દાવો છે કે, મિથેન વેન્ટ્સ યોગ્ય રીતે કામ કરતાં નથી અને મહાનગર પાલિકા ગટરના ખામીભર્યા મુદ્દાઓને નજરઅંદાજ કરીને દોષ બીજાને આપે છે.
દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.
