Kam Ni Vaat : મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં, કેવી રીતે ઓનલાઈન ચકાસશો તમારું નામ? જાણો તમારા કામની વાત
જો તમારી પાસે ચૂંટણી કાર્ડ (Election Card) નહીં હોય પરંતુ મતદાર યાદીમાં નામ હશે તો પણ તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી શકશો.
લોકતંત્રનો (Democracy) ભાગ્યવિધાતા હોય છે મતદાતા (Voter). દરેકે પોતાના કિંમતી મતનો (Vote) ઉપયોગ કરવો જ જોઈએ અને આ દરેક નાગરિકની (Citizen) પહેલી ફરજ છે. જો કે મતદાન તમે ત્યારે જ કરી શકશો જ્યારે મતદાર યાદીમાં (Electoral Roll) તમારું નામ હોય. આપને જણાવી દઈએ કે જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નહીં હોય પરંતુ મતદાર યાદીમાં નામ હશે તો પણ તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી શકશો.. તો ચાલો સૌથી પહેલા એ જાણો કે
મતદાર યાદીમાં કેવી રીતે તમારું નામ ઓનલાઈન ચકાસશો?
સૌ પ્રથમ electoralsearch.in વેબસાઈટ ઓપન કરો, જેમાં મતદારયાદીમાં નામ શોધવા માટે બે વિકલ્પો જોવા મળશે.
- Search By Details (માહિતી દ્વારા શોધો) – જો તમને મતદાર ID નંબર નથી ખબર, તો તેનો ઉપયોગ કરો.
- Search By Epic Number (ઇપીઆઈસી નંબર દ્વારા શોધો) – જો તમને મતદાર ID નંબર ખબર છે, તો તેનો ઉપયોગ કરો.
મતદાર યાદીમાં શોધો નામ
1. જો તમારી પાસે મતદાર ઓળખકાર્ડ નથી, તો વિગતો દ્વારા શોધ પર ક્લિક કરો.
2. તમારું નામની સાથે તમારા પિતા અથવા પતિનું નામ દાખલ કરવું.
3. આ પછી જન્મ તારીખ એટલે કે DoBની સામેના બટન પર ક્લિક કરી માહિતી ભરો અને જો તમને જન્મ તારીખ ખબર નથી, તો ઉંમર/Age બટન પર ક્લિક કરી માહિતી ભરો.
4. રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મત વિસ્તાર પસંદ કરો. આ સિવાય તમે નકશાનો ઉપયોગ પણ કરી શકો છો.
5. હવે અહીં આપેલ Captcha Codeને યોગ્ય રીતે ભરો અને સર્ચ બટન પર ક્લિક કરો. જેથી તમારી મતદાર યાદીની માહિતી ખુલશે.
6. જો તમારું નામ મતદાર યાદીમાં નોંધાયેલું છે, તો તમારે નીચે મતદાર માહિતીની એક લિંક આપવામાં આવશે. જેમાંથી મતદાન મથક સહીતની સંબંધિત તમામ માહિતી મળી શકશે.
7. જો તમને મતદાર ID નંબર ખબર છે, તો તે માટે મતદાર ID નંબર લખી, રાજ્યનુ લીસ્ટમાંથી તમારા રાજયની પસંદગી કરો.
8. ત્યારબાર Captcha Codeને યોગ્ય રીતે ભરો અને સર્ચ બટન પર ક્લિક કરો. જેથી તમારી મતદાર યાદીની માહિતી ખુલશે.
આ રીતે મતદાર યાદીમાં તમારું નામ અને મતદાન મથક સહિતની વિગતો ઓનલાઈન ચકાસી શકો છો.