Heart Attack CCTV : ગ્રાહકને કપડા બતાવતા બતાવતા અચાનક ઢળી પડ્યો સ્ટાફ મેમ્બર, હાર્ટ એટેકથી સ્થળ પર જ મોત

| Updated on: Feb 27, 2025 | 10:07 AM

હાર્ટ એટેકના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક હાર્ટ એટેકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કર્ણાટકના હુબલીના કંચનગરા ગલી સ્થિત એનઆર સાડી સેન્ટરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ગ્રાહકોને કપડાં બતાવતી વખતે કપડાંની દુકાનના એક કર્મચારીને અચાનક જ હૃદયરોગનો હુમલો થયો હતો.

હાર્ટ એટેક આવવાના કારણે આ સ્ટાફ સભ્યનું મૃત્યુ થયું છે. સીસીટીવી કેમેરામાં સ્ટાફ મેમ્બરનો હાર્ટ એટેક આવતા જોવા મળી રહ્યુ છે.મૃતકની ઓળખ 43 વર્ષીય ભવર સિંહ તરીકે થઈ છે. તે મૂળ રાજસ્થાનનો છે. આ ઘટના ફેૂબ્રુઆરી મહિનાની 22મી તારીખે બની હતી અને તેને લગતો વીડિયો હવે રિલીઝ કરવામાં આવ્યો છે. અહીં સીસીટીવી વીડિયો છે.

Published on: Feb 27, 2025 09:52 AM