પોરબંદર અને કુતિયાણા તેમજ ગીરસોમનાથની તાલાલા અને ઉના બેઠક પર ભાજપ દ્વારા મૂરતિયાઓની પસંદગી માટે લેવાઈ સેન્સ

|

Oct 28, 2022 | 11:02 PM

Porbandar: રાજ્યમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપે મૂરતિયાઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપ દ્વારા મોટાભાગના જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિય હાથ ધરાઈ, જેમાં પોરબંદરની બે અને ગીરસોમનાથની બે બેઠકો પર ઉમેદવારોની પસંદગીને લઈને સેન્સ લેવામાં આવી હતી.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપે ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો દ્વારા કાર્યકરોની સેન્સ લેવાનું શરૂ કર્યુ છે. જેમા પોરબંદરમાં ભાજપે જિલ્લાની બે બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી. પોરબંદર અને કુતિયાણા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જેમા કિરીટસિંહ રાણા, રઘુભાઈ હુબલ અને દિપીકાબેન સરડવાએ દાવેદારોને સાંભળ્યા હતા. પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારો સાથે વન ટુ વન બેઠક પણ કરી હતી.

તાલાલા, ઉના બેઠક પર ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી

આ તરફ ભાજપે ગીર સોમનાથમાં પણ મૂરતિયાઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાની ઉના અને તાલાલા બેઠક માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. જેમાં આવતીકાલે કોડિનાર બેઠક માટે સેન્સ લેવામાં આવશે. શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા ઉમેદવારોને સાંભળશે. ઉના ભાજપના યુવા મહિલા અગ્રણી દીપા બાંભણિયાનું નામ પણ રેસમાં છે. તમામ દાવેદારો પોતાના ટેકેદારોને લઈ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા.


આપને જણાવી દઈએ કે 25 ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહે ગીરસોમનાથમાં બેઠક યોજી હતી. જેમાં સાંસદ, ધારાસભ્ય સહિત ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી અને ઉમેદવારોની પસંદગીને લઈને પણ મંથન કરવામાં આવ્યુ હતુ. ચૂંટણી રણનીતિ પર ચર્ચા કર્યા બાદ તેમણે કાર્યકરો અને આગેવાનોને ચૂંટણી કામમાં લાગી જવા સૂચના આપી હતી.

Published On - 11:48 pm, Thu, 27 October 22

Next Video