My India My Life Goals: ભારત પાકિસ્તાન બોર્ડર પર વૃક્ષારોપણ કરીને એક કાશ્મીરી વ્યક્તિએ એક સુંદર સંદેશ આપ્યો છે. કાશ્મીરના રહેવાસી મોહમ્મદ ઈકબાલ લોન જેમણે કાશ્મીરની સુંદરતા વધારવાનું બીડું ઝડપ્યું છે. ઈકબાલ લોન કહે છે કે પાણી, જંગલ અને જમીન વિના જીવન અધૂરું છે. તેમજ તેમણે આ વીડિયો દ્વા્રા એક મેસેજ આપતા કહ્યું છે કે દુનિયામાં ક્યાય જન્નત છે તો તે ભારતમાં જ છે. જે વૃક્ષો આ ઝડપથી કાપવામાં આવશે તો ફરી ક્યારેય જન્નત જોવા જ નહી મળી.
તેમણે કહ્યું કે આપણે આઝાદીના અમૃત કાળ પર વિચાર કરી રહ્યા છીએ, આવી સ્થિતિમાં આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવાનું કામ કરવું જોઈએ. જણાવી દઈએ કે ઈકબાલ લોન જમ્મુ-કાશ્મીરના ઉરીના રહેવાસી છે. તેઓ કાશ્મીરના પર્યાવરણને બચાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. જુઓ આ વિડિયો…
Published On - 1:04 pm, Fri, 30 June 23