હમાસ અને ઈઝરાયેલ (Israel Palestine War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર માત્ર બે દેશને જ નથી થતી, પરંતુ દુનિયાના ઘણા દેશો આ યુદ્ધથી પ્રભાવિત થાય છે. ભારતમાં પણ યુદ્ધ અંગે સતત ચર્ચા થઈ રહી છે. આ ક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે (Mohan Bhagwat) પણ યુદ્ધને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઘણી બધી સુવિધાઓ છે, પરંતુ દુનિયાની સમસ્યાઓ ઓછી નથી થઈ રહી.
દુનિયામાં સંઘર્ષ પૂર્ણ થવાને બદલે વધી રહ્યો છે. પહેલા યુક્રેન યુદ્ધ શરૂ થયું અને હવે ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. તેમણે કહ્યું કે, જ્યાં એક તરફ સુવિધાઓ વધી છે તો બીજી તરફ ગુનાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. સ્થિતિ એવી છે કે નાના બાળકો પણ બંદૂક લઈને શાળામાં જવા લાગ્યા છે અને તેમની સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ડરાવે છે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:31 pm, Sun, 15 October 23