અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ પ્રથમ તબક્કાનું કામ ઓગસ્ટમાં પૂર્ણ થશે. મંદિરના નિર્માણ વિશે માહિતી આપતા ચંપત રાયે કહ્યું કે લગભગ 50 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને નિર્માણકાર્ય જાન્યુઆરી 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જે બાદ રામ મંદિર લોકો માટે ખોલવામાં આવશે. જણાવી દઈએ કે મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
શ્રી રામ જન્મભૂમિમાં રામ મંદિરનું 70% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ગર્ભગૃહના સ્તંભોને 14 ફૂટ સુધી પૂર્ણ કરવામાં આવ્યા છે. મંદિરનું ઝડપથી નિર્માણ થઈ રહ્યું છે. મંદિરનું નિર્માણ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો ઓગસ્ટ 2023 સુધીમાં પૂર્ણ થશે. બીજો તબક્કો ડિસેમ્બર 2024માં પૂર્ણ થશે જ્યારે 2025 સુધીમાં મંદિર આકાર લઈ લેશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીને રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવશે, મધ્યપ્રદેશમાં બોલ્યા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ
જોકે જાન્યુઆરી 2024માં મંદિરમાં દર્શન-પૂજા શરૂ થશે. મંદિરના નિર્માણમાં લગભગ 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કુલ ખર્ચ અંદાજે 1800 કરોડ રૂપિયા છે. શુક્રવારે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ વતી મીડિયાને કેમ્પસમાં બોલાવવામાં આવ્યા હતા. લગભગ એક કલાક સુધી તેમને રામ મંદિરનું અત્યાર સુધીનું નિર્માણ બતાવવામાં આવ્યું હતું.
Published On - 4:25 pm, Fri, 13 January 23