રાજકોટનો માલિયાસણ ઓવર બ્રિજ કાશ્મીરમાં ફેરવાયો, લોકોએ બરફનો આનંદ માણ્યો, જુઓ વીડિયો

|

Nov 26, 2023 | 11:52 AM

રાજકોટના માલિયાસણમાં બરફની ચાદર છવાઇ છે. માલિયાસણ પાસે આવેલા બ્રિજ પર બરફની ચાદર છવાઇ છે.શિમલા-મનાલી જેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિક આસપાસના લોકો બ્રિજ ઉપર પહોંચ્યા હતા.પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવા લોકો પહોંચ્યા હતા. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી પણ કરી હતી.

27 નવેમ્બરે પણ હવામાન વિભાગે રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. જેને લઈને ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પડતાં લોકોએ આનંદ લીધો હતો તો ખેડૂતોએ પણ કમોસમી વરસાદને લઈને પાક ને સુરક્ષિત રાખવા હવામાન વિભાગે સુચન કર્યું છે. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે આજે રાજકોટના માલિયાસણ બ્રિજ જાણો શિમલા-મનાલીનું સ્થળ બની ગયું હોય તેવા દર્શ્યો સામે આવ્યા હતા.

રસ્તા પર જતા લોકોએ ગાડીઓ સાઈડમાં રાખી બરફનો આનંદ લીધો હતો. વીડિયોમાં જઈ શકાય છે કે, નાના બાળકોથી લઈ વડીલો પણ આ બરફનો આનંદ લીધો હતો. આ સમગ્ર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં જામ્યો સીમલા જેવો માહોલ, કરા જોઇ લોકોને પડી ગઇ મોજ

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video