પ્રચંડ બહુમતી સાથે ભાજપ સત્તામાં આવશે, રાજસ્થાનમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા રાજવી પરિવારના દિયા કુમારી

| Updated on: Nov 18, 2023 | 6:37 PM

જનસંપર્ક દરમિયાન દિયા કુમારીએ મોદી સરકારના કાર્યોને લોકો સમક્ષ મૂકતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મને જનતાનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે અને વિશ્વાસ છે કે જીત મેળવીશ અને પ્રચંડ બહુમતી સાથે રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે. તેમણે આગળ કહ્યું કે, લોકોમાં મોદીજી પ્રત્યે ઉત્સાહ છે.

જયપુરના રાજવી પરિવારના રાજકુમારી અને રાજસમંદના સાંસદ દિયા કુમારી રાજસ્થાનના ચૂંટણી મેદનમાં ઉતર્યા છે. ભાજપે તેમને જયપુરના વિદ્યાધર નગરથી ઉમેદવાર બનાવ્યા છે. દિયા કુમારીએ TV9 ભારતવર્ષ સાથેની એક ખાસ મુલાકાતમાં ઐતિહાસિક જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપ સરકાર બનાવશે. દિયા કુમારી સતત પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

પ્રચંડ બહુમતી સાથે ભાજપની સરકાર બનશે

જનસંપર્ક દરમિયાન દિયા કુમારીએ મોદી સરકારના કાર્યોને લોકો સમક્ષ મૂકતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મને જનતાનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે અને વિશ્વાસ છે કે જીત મેળવીશ અને પ્રચંડ બહુમતી સાથે રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે. તેમણે આગળ કહ્યું કે, લોકોમાં મોદીજી પ્રત્યે ઉત્સાહ છે. પાર્ટીની સૂચના અનુસાર તેઓ કામ કરી રહ્યા છે. પાર્ટીના કાર્યકરો ખૂબ જ મજબૂત છે અને પાર્ટી સતત કામ કરતી રહે છે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કોંગ્રેસ સરકાર જવાબદાર

થોડા દિવસ પહેલા વિદ્યાધર નગર વિધાનસભા ક્ષેત્રના હરમડામાં એક મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. આ અંગેની માહિતી મળતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કોંગ્રેસ સરકારના વહીવટને જવાબદાર ગણાવ્યો હતો. તેમણે પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

રોડ શો પર સવાલ ઉઠાવ્યા

આ ઉપરાંત દિયા કુમારીએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું હતું અને નેતા દ્વારા કરવામાં આવી રહેલા રોડ શો પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં દરરોજ મહિલાઓ પર અત્યાચારની 20 થી 30 ઘટના બને છે. પ્રિયંકા ગાંધી સભાઓમાં જાય છે પણ શું તેઓ કોઈ પીડિતાના ઘરે ગયા છે?

હું જયપુરની દીકરી છું: દિયા કુમારી

દિયા કુમારીએ કહ્યું કે, રોડ શો કરવાને બદલે મહિલા પાસે જવું શું તેમની ફરજ ન હતી? મારા માટે તે પ્રચાર નથી, પરંતુ જરૂરી છે. ભાજપ ચૂંટણી પહેલા નાટક કરતી નથી. તેઓ પોતે ઘણા શહેરોમાં જઈને અત્યાચારનો ભોગ બનેલા અને પીડિત લોકોને મળ્યા છે. ભારતીય જનતા મહિલા મોરચા હંમેશા મહિલાઓના અધિકારો માટે લડતી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 18, 2023 06:34 PM