રેલ્વે મુસાફરી દરમિયાન આ એક એપ તમારા માટે બની શકે છે સંકટમોચક, જુઓ વીડિયો
રેલ્વે મુસાફરી દરમિયાન તમારી રિઝર્વ્ડ સીટ કોઈએ પચાવી પાડી છે કે પછી તમારા કોચની બરાબર સફાઈ નથી થઈ કે પછી કોઈ મેડિકલ ઈમરજન્સી આવી ગઈ છે.. તો મુંઝાશો નહીં. માત્ર એક એપ કરો ડાઉનલોડ અને તમારી તમામ સમસ્યાનો મેળવો તત્કાલ ઉકેલ..
તહેવારોની સિઝન ચાલી રહી છે. ઘણા લોકો રેલ્વેમાં પોતાના વતન પરત ફરતા હોય છે તો કેટલાક પરીવાર અને મિત્રો સાથે અલગ અલગ જગ્યાએ પરિવાર સાથે ફરવા માટે રેલ્વેનો ઉપયોગ કરે છે. આ સમય દરમિયાન લોકોના ધસારાને જોતા ભારતીય રેલ્વેએ વધુ ટ્રેનો દોડાવવાનો પણ નિર્ણય લીધો છે. જેથી મુસાપરોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે.
તેમ છતાં જો ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો તેનો ઝડપી ઉકેલ લાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે અને તેનું નામ છે રેલમદદ. આ એપ્લિકેશન ટ્રેનમાં મુસાફરી કરનારાઓને ઘણી રીતે મદદરૂપ થઈ શકે છે. જો આ તમારા ફોનમાં ઈન્સ્ટૉલ છે તો તમે ટ્રેનમાં પડતી તમામ મુશ્કેલીઓનો છૂટકારો મેળવી શકો છો. આ એપ્લિકેશન વિશે વધુ જાણવા માટે ઉપર આપલો વીડિયો જુઓ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
