સ્ટેચ્યુ ઑફ યુનિટી અને નર્મદા ડેમ પાસે મોબાઈલ ટાવર પર ચઢી સરકાર વિરુદ્ધ આક્રોશ, જુઓ Video

સ્ટેચ્યુ ઑફ યુનિટી અને નર્મદા ડેમ પાસે મોબાઈલ ટાવર પર ચઢી સરકાર વિરુદ્ધ આક્રોશ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 26, 2025 | 8:02 PM

સ્ટેચ્યુ ઑફ યુનિટી અને નર્મદા ડેમ વચ્ચે આવેલા ગોરા ગામ પાસે ત્રણ વ્યક્તિઓએ મોબાઈલ ટાવર પર ચઢીને સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સ્ટેચ્યુ ઑફ યુનિટી અને નર્મદા ડેમ વચ્ચે આવેલા ગોરા ગામ પાસે ત્રણ વ્યક્તિઓએ મોબાઈલ ટાવર પર ચઢીને સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ લોકોનો આરોપ છે કે, મધ્યપ્રદેશમાં અસરગ્રસ્તોને નોકરી આપવામાં આવી છે. જ્યારે નર્મદા ડેમમાં જેમની જમીન કપાતે ગઈ છે તેવાં 19 ગામના લોકોને સરકારે હજુ સુધી નોકરીનો લાભ આપ્યો નથી.

સમગ્ર મામલે રાજ્ય સરકાર સાથે ઘણી વખત બેઠક યોજાઈ છે અને એમાંય સરકાર દ્વારા અસગ્રસ્તોને લાભ આપવાની ખાતરી પણ અપાઈ છે. જો કે, હજુ સુધી કોઈ સરકાર દ્વારા કોઇ પગલું ભરવામાં આવ્યું નથી ફક્ત ખાતરી જ આપવામાં આવી છે. અસરગ્રસ્તોએ સરકાર પર ખાલી વચનો આપીને છેતરપિંડી કરવાનો આક્ષેપ લગાવ્યો છે.આના લીધે જ અસરગ્રસ્તોમાં રોષની લાગણી ફેલાઇ રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો