Dog Funny Video: માલિકની સામે કૂતરાએ કર્યું આવું અદ્દભુત નાટક, જોઈને તમે હસવા લાગશો

|

Mar 22, 2022 | 9:13 AM

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ખૂબ જ રમૂજી છે. જેને જોઈને તમે હસી પડશો. આવું નાટક આ પહેલા તમે ભાગ્યે જ કોઈ કૂતરાને કરતા જોયા હશે.

Dog Funny Video: માલિકની સામે કૂતરાએ કર્યું આવું અદ્દભુત નાટક, જોઈને તમે હસવા લાગશો
dog funny video viral

Follow us on

જો કે દુનિયામાં અનેક પ્રકારના પ્રાણીઓ છે, પરંતુ કુતરાથી (Dogs) વધુ વફાદાર આ પૃથ્વી પર બીજું કોઈ પ્રાણી નથી. તેઓ મનુષ્યો સાથે એટલા ભળી ગયા છે કે તેઓ તેમનાથી દૂર રહી શકતા નથી. એવું માનવામાં આવે છે કે મનુષ્ય અને કૂતરા હજારો વર્ષોથી સાથે છે. જેમ કૂતરા માણસો વિના જીવી શકતા નથી. તેવી જ રીતે માણસો પણ કૂતરા વિના જીવી શકતા નથી. તમે દુનિયામાં એવા ઘણા લોકો જોયા હશે કે જેઓ તેમના પાલતુ કૂતરાઓને એટલો પ્રેમ કરે છે કે તેઓ તેમની સાથે સૂવે છે, જાગે છે. એકસાથે ભોજન પણ ખાય છે અને કેટલાક લોકો એવા પણ છે કે, જેમણે કૂતરાઓને રહેવા માટે આલીશાન રૂમ બનાવ્યા છે. તેમને મોંઘા વસ્ત્રો પહેરાવ્યા છે, તેમને મોંઘું ભોજન ખવડાવ્યું છે.

તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વાયરલ વીડિયો જોયા હશે. જેમાં કૂતરા અને માણસોની મિત્રતા અને પ્રેમ જોવા મળે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને તમે પણ હસતા રહી જશો.

ભારતમાં જીવતો પકડાયેલો પહેલો પાકિસ્તાની આતંકવાદી કોણ હતો?
ફળો ખાવાનો યોગ્ય સમય ક્યારે છે?
Raw papaya: ઉનાળામાં દરરોજ કાચા પપૈયા ખાવાથી શું ફાયદા થાય છે?
Vastu Tips: ઓફિસના ટેબલ પર ભુલથી પણ ના રાખવી જોઈએ આ વસ્તુઓ
આજનું રાશિફળ તારીખ : 26-04-2025
IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સોફા પર બેઠેલો એક વ્યક્તિ થોડો નાસ્તો ખાઈ રહ્યો છે અને તેની બાજુમાં બેઠેલો તેનો પાલતુ કૂતરો તેને નિહાળી રહ્યો છે. વાસ્તવમાં, તે પણ ખોરાક માંગી રહ્યો હોય છે, પરંતુ માલિક પાસેથી માંગતો નથી, પરંતુ ક્યારેક નાસ્તા તરફ જુએ છે અને ક્યારેક માલિક તરફ, પરંતુ તરત જ વ્યક્તિ તેની તરફ જુએ છે. કૂતરો તેનું મોં ઉપર કરી દે છે, એવું બતાવવા કે તેનું ધ્યાન ખાવા પર બિલકુલ નથી. તે આવું 1-2 વખત નહીં પરંતુ ઘણી વખત કરે છે. આવું ડ્રામા આ પહેલા તમે ભાગ્યે જ કોઈ કૂતરાને કરતા જોયા હશે. આ ખૂબ જ રમુજી વિડિયો છે.

જુઓ કે કૂતરો કેવી રીતે કરે છે નાટક

આ રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર superfunny.animals નામથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકોએ વીડિયો જોયા પછી ફની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, કૂતરો ડોળ કરી રહ્યો છે કે તે જોઈ રહ્યો નથી, તે કેટલું સારું ડોળ કરી રહ્યો છે.

આ પણ વાંચો: Dog Funny Video: શું તમે ક્યારેય આવો પ્રતિભાશાળી કૂતરો જોયો છે? કૂતરાનો સંગીત વગાડતો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો: Funny Video: કૂતરાએ મુશ્કેલીમાં ફસાયેલા ઘેટાંને અનોખી રીતે કરી મદદ, પછી શું થયું જૂઓ વીડિયોમાં