Viral Video: છોકરીની નજર ફરી અને પક્ષી આઇસક્રીમ છીનવીને ફરાર, લોકોએ કહ્યું “પક્ષીઓને પણ હવે આઇસક્રીમ ગમે છે”

|

Feb 21, 2022 | 11:41 AM

એક છોકરી અને પક્ષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક છોકરી આઈસ્ક્રીમ ખાવાની મજા માણી રહી છે ત્યારે પક્ષી આવે છે અને એક જ ઝાપટું મારીને તેનો આઈસ્ક્રીમ છીનવી લે છે.

Viral Video: છોકરીની નજર ફરી અને પક્ષી આઇસક્રીમ છીનવીને ફરાર, લોકોએ કહ્યું પક્ષીઓને પણ હવે આઇસક્રીમ ગમે છે
viral video of bird who snatch ice cream from girl(Image-Instagram)

Follow us on

સોશિયલ મીડિયાની (Social Media) દુનિયામાં ક્યારે, ક્યાં, શું જોવા મળશે તે વિશે કહી શકાય નહીં. અહીં કેટલીકવાર રમુજી અને ચોંકાવનારા વીડિયો (Shocking Video) વાયરલ થઈ જાય છે. જેને જોઈને આપણને આપણી આંખો પર વિશ્વાસ નથી થતો. જો તમે પણ આ દુનિયામાં સક્રિય રહેશો તો તમે આ વાત સારી રીતે સમજી ગયા હશો. આ દિવસોમાં પણ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેણે પણ આ વીડિયો જોયો તે એક વાર માટે ચોંકી ગયા છે. આ વીડિયો એક છોકરી અને પક્ષીનો છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો એક છોકરી સાથે સંબંધિત છે. જે આરામથી આઈસ્ક્રીમની મજા માણી રહી હતી, પરંતુ આ દરમિયાન તેની સાથે કંઈક એવું થાય છે જેની તેણે ભાગ્યે જ કલ્પના કરી હોય! આ વીડિયો જોયા પછી બધા કહી રહ્યા છે કે, ગરીબ છોકરી સાથે ઘણું ખોટું થયું છે. આ વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો અને નેટીઝન્સ દ્વારા તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જૂઓ વીડિયો…..

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, છોકરી ખુલ્લી જગ્યામાં બેસીને આરામથી આઈસ્ક્રીમ ખાઈ રહી છે. આ દરમિયાન એક પક્ષી આવે છે અને છોકરી પાસેથી આઈસ્ક્રીમ છીનવી લે છે. અચાનક બનેલી આ ઘટનાને કારણે એક વાર સમજાયું નહીં કે આખરે શું થયું છે. પક્ષીના અચાનક હુમલાથી છોકરી પણ ગભરાઈ જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર nature27_12 નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખ્યા ત્યાં સુધી હજારો વ્યુઝ અને લાઈક્સ મળ્યા છે. આ વીડિયો જોયા બાદ લોકો કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘છોકરી સાથે ખરેખર ખરાબ થયું છે, ભગવાન આવું કોઈની સાથે ન થવું જોઈએ!, અન્ય એક યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે પક્ષીઓ પણ હવે આઈસ્ક્રીમ પસંદ કરી રહ્યા છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ગરમીમાં ઉડતી વખતે પક્ષીને આઈસ્ક્રીમ ખાવો હતો.’ આ સિવાય અન્ય ઘણા વપરાશકર્તાઓએ આ અંગે પ્રતિસાદ આપ્યો.

આ પણ વાંચો: Viral: બોક્સ અંદર છુપાયને ટેણીઓ જોઈ રહ્યો હતો મોબાઈલ, બાળકને શોધવા પિતાએ અજમાવી આ યુક્તિ

આ પણ વાંચો: Viral: ઝાડ પર મોજથી ઊંઘતો જોવા મળ્યો સિંહનો પરિવાર, લોકોએ કહ્યું ઈટ્સ ફેમિલી ટાઈમ

Next Article