Memes: ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત, સોશિયલ મીડિયા યુઝર્સે સપાની કરી ટીકા

|

Mar 11, 2022 | 8:31 AM

ભારતીય જનતા પાર્ટી (BJP) ફરી એકવાર ઉત્તર પ્રદેશની ગાદી પર પરત ફરી છે. યોગી આદિત્યનાથ પ્રચંડ બહુમતી સાથે પોતાની સરકાર બનાવવા જઈ રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સ જેઓ કોઈને છોડતા નથી. તેઓ પણ ઈન્ટરનેટ પર ઉગ્રતાથી મીમ્સ શેયર કરી રહ્યા છે.

Memes: ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત, સોશિયલ મીડિયા યુઝર્સે સપાની કરી ટીકા
uttar pradesh assembly election 2022 users share hilarious memes

Follow us on

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના (Uttar Pradesh Election 2022) તાજેતરના પરિણામો અને વલણોથી સ્પષ્ટ છે કે, રાજ્યમાં ફરીથી ભાજપની સરકાર બનવા જઈ રહી છે. યુપીની આ વિધાનસભા ચૂંટણીને 2024ની લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ માનવામાં આવી રહી છે. જેના કારણે આ ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. જે પરિણામો આવ્યાં છે તેનાથી કોઈના ચહેરા ઉતરી આવ્યા છે, તો કોઈના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. 403 બેઠકો ધરાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બહુમતી માટે 202 બેઠકો પર વિજય જરૂરી હતો, જેને BJP (ભારતીય જનતા પાર્ટી)એ પાર કરી લીધો છે.

ચૂંટણીને લઈને બન્યા ફની મીમ્સ

ચૂંટણી પંચના (Election Commission) ડેટા અનુસાર તેમને 85,356 મત મળ્યા. જ્યારે તેમના નજીકના હરીફ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુભાવતી ઉપેન્દ્ર દત્ત શુક્લાને 30,498 મત મળ્યા. સી.એમ. યોગી (CM Yogi) સામે અભિમાન કરનારા ચંદ્રશેખર આઝાદને માત્ર 4,501 મત મળ્યા અને તેમની ડિપોઝીટ જપ્ત થઈ. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર સપા પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav) વિશે ફની મીમ્સ બનાવવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

જૂઓ આ રમૂજી મીમ્સ…

ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપની સરકાર આવી છે. ત્રણ દાયકામાં પ્રથમ વખત ભારતના સૌથી મહત્વપૂર્ણ રાજ્ય, યુપીમાં એક પક્ષ ફરીથી સત્તા માટે ચૂંટાયો છે. જે આગામી લોકસભા ચૂંટણી માટે પણ સંકેત છે. અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 312 બેઠકો જીતી હતી. BSP ચીફ માયાવતી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને પણ આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. બંને પક્ષોએ અત્યાર સુધી દસના આંકડાને પણ સ્પર્શ કર્યો નથી.

આ પણ વાંચો: UP Assembly Election Result 2022: યુપી ચૂંટણીમાં ભાજપને 41.3% વોટ મળ્યા, કોંગ્રેસના ખાતામાં માત્ર 2.33% આવ્યા

આ પણ વાંચો: PM Narendra Modi આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે, અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર કમલમ સુધી ભવ્ય રોડ શો

Next Article