અદ્ભૂત સંગમ: જંગલમાં અચાનક સિંહણ આવી સામે, 7 વર્ષ જૂના ઉપકારનો બદલો સિંહણે આ રીતે ચૂકવ્યો !

|

Dec 06, 2021 | 12:11 PM

માણસમાં ચાલાકીની ભાવના હોઈ શકે છે, પરંતુ પ્રાણીઓમાં ક્યારેય આવો ભાવ હોતો નથી. જો તેઓ એકવાર તમારા મિત્ર બની જાય છે, તો પછી તેઓ વર્ષો સુધી તેમની મિત્રતા જાળવી રાખે છે.

અદ્ભૂત સંગમ: જંગલમાં અચાનક સિંહણ આવી સામે, 7 વર્ષ જૂના ઉપકારનો બદલો સિંહણે આ રીતે ચૂકવ્યો !
Kevin Richardson

Follow us on

મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેની મિત્રતા (Humans-Animals Friendship) ખૂબ જ ખાસ છે. કેટલીકવાર તે માણસો વચ્ચેની મિત્રતા કરતાં વધુ મજબૂત હોય છે. માણસમાં ચાલાકીની ભાવના હોઈ શકે છે, પરંતુ પ્રાણીઓમાં ક્યારેય આવો ભાવ હોતો નથી. જો તેઓ એકવાર તમારા મિત્ર બની જાય છે, તો પછી તેઓ વર્ષો સુધી તેમની મિત્રતા જાળવી રાખે છે.

તાજેતરમાં, આવું જ એક દૃશ્ય એક જંગલમાં જોવા મળ્યું હતું જ્યારે એક માણસ 7 વર્ષ પછી (Man Went To Meet Lioness In Jungle)એક સિંહણને મળ્યો જેનો જીવ તેણે બાળપણમાં બચાવ્યો હતો.

હાલ ફેસબુક પર એક વીડિયો (Man Meeting Lion in Jungle Video) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ ભાવુક છે અને ખુશી પણ આપે છે. વીડિયોમાં એક માણસનો સામનો એક ભયાનક સિંહણ સાથે થાય છે, પરંતુ વીડિયો જોઈને લોકો દંગ રહી જાય છે જ્યારે સિંહણ તેના પર હુમલો નથી કરતી પરંતુ તેને બદલે તેને પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કરે છે (Liones Loving Man in River Video). હકીકતમાં, વીડિયોમાં દેખાતો વ્યક્તિ પ્રખ્યાત વન્યજીવ સંરક્ષણવાદી (Wildlife Conservative)છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

7 વર્ષ પછી તે વ્યક્તિ સિંહણને મળ્વા આવ્યો

કેવિન રિચર્ડસન (Kevin Richardson)’ધ લાયન વ્હીસ્પરર’ (The Lion Whisperer)તરીકે પ્રખ્યાત છે. સિંહો પ્રત્યેનો તેમનો પ્રેમ પણ સ્પષ્ટ છે. હાલમાં જ તેનો એક વીડિયો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. ફેસબુક પેજ ‘ધ કીવી’ દ્વારા પોસ્ટ કરાયેલા આ વિડિયો અનુસાર, કેવિન એક સિંહણને મળવા માટે સવાનાના જંગલોમાં આવે છે જેને તેણે 7 વર્ષ પહેલા બચાવી હતી.

Video

કેવિને મેગને ત્યારે બચાવી હતી જ્યારે તે નાની હતી અને તેને તસ્કરો દ્વારા ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહી હતી. કેવિને તેને બચાવી અને એક અભયારણ્યમાં લાવ્યા હતા જ્યાં તે મનુષ્યોથી દૂર ઉછરી હતી.
દરમિયાન, કેવિન પણ અન્ય બાબતોમાં વ્યસ્ત હોવાથી તેનાથી દૂર રહેવું પડ્યું. પરંતુ જ્યારે તે 7 વર્ષ પછી તેને મળવા પાછો આવ્યો ત્યારે સિંહણ તેને તરત જ ઓળખી ગઈ.

સિંહણે ઓળખતાની સાથે જ વરસાવ્યો વ્હાલ

પહેલા સિંહણ કેવિન સામે જોઈ રહી. જાણે તે તેને ઓળખવાનો પ્રયત્ન કરી રહી હતી. તે કેવિનનો શિકાર કરવા આવી રહી હોય તેમ તેના પગલામાં ધીરે ધીરે ચાલતી હતી પણ તેણીએ તેને ઓળખતાની સાથે જ તે તેની તરફ કૂદી પડી અને તેને હેત કરવા લાગી.

તેણે કેવિનને પાણીમાં જ ગળે લગાવ્યો. આ વીડિયો ખૂબ જ ચોંકાવનારો છે અને સોશિયલ મીડિયા પર લોકો તેને જોઈને દંગ રહી ગયા છે. ઘણા લોકોએ કમેન્ટમાં લખ્યું કે વીડિયો જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા.

 

આ પણ વાંચો: Fact Check: ‘મત નહીં આપ્યો તો કપાશે 350 રૂપિયા’, EC ના નામે ફરતા આ ફેક મેસેજથી રહેજો સાવધાન

 

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર ! કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસમાં 13 ટકાનો વધારો થયો

Next Article