જ્યારે અચાનક જ ઉડતું આવી પહોંચ્યુ એક નાનકડુ જંતુ, પછી જોવા મળ્યો અદ્ભુત નજારો

|

Feb 27, 2022 | 2:44 PM

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં એક અદ્ભુત વાત લખી છે. તેણે લખ્યું, 'દરેક જીવન અમૂલ્ય છે. દરેક જીવને આદર અને રક્ષણ આપવું એ જ સાચી માનવતા છે.'

જ્યારે અચાનક જ ઉડતું આવી પહોંચ્યુ એક નાનકડુ જંતુ, પછી જોવા મળ્યો અદ્ભુત નજારો
small insects suddenly arrived on the tennis field heart touching video goes viral on social media(Image-Twitter)

Follow us on

આ પૃથ્વી પર વિવિધ પ્રકારના પ્રાણીઓ (Animals) વસે છે. કેટલાક નાના, કેટલાક મોટા, કેટલાક શાંત અને કેટલાક અત્યંત જોખમી. કેટલાક જીવો ઉપર આકાશમાં ઉડતા હોય છે. કેટલાક જમીન પર જોવા મળતા હોય છે અને કેટલાક ચાલતાં હોય છે. એટલે કે આ પૃથ્વી તમામ પ્રકારના જીવોથી ભરેલી છે. જે રીતે આ ધરતી પર માનવી રહે છે અને પોતાનો હક્ક માંગે છે. તેવી જ રીતે આ પ્રાણીઓ પણ આ ધરતી પર રહે છે અને તેમનો પણ આ પૃથ્વી પર માણસો જેટલો જ અધિકાર છે. તેથી જ કહેવાય છે કે દરેક જીવનું સન્માન કરવું જોઈએ.

સોશિયલ મીડિયા (Social Media) પર આજકાલ એક વીડિયો ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં કેટલાક આવા જ પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં, આ વીડિયો એક નાના જંતુનો છે. જે ક્યાંકથી ઉડતી વખતે અચાનક ટેનિસ મેદાનમાં પહોંચી જાય છે. તે પછી એક અદ્ભુત નજારો જોવા મળે છે. જેની તમે ભાગ્યે જ અપેક્ષા કરી હશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જૂઓ આ અદ્ભૂત વીડિયો…

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ખેલાડી ટેનિસ રમી રહી છે. જ્યારે તેની પાસે જંતુ ઉડતું આવે છે, ત્યારે એક છોકરી તેને દૂર કરવા ત્યાં આવે છે. તે જંતુને ત્યાંથી દૂર કરવા તેને પકડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેના પ્રયત્નો નિષ્ફળ જાય છે. જંતુ તેના હાથમાં નથી આવતું, પરંતુ થોડીવાર પછી તે પોતે મેદાનમાંથી ઉડી જાય છે, ત્યારબાદ છોકરી દોડતી તેની જગ્યાએ પહોંચે છે અને રમત પણ શરૂ થાય છે.

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર આ વીડિયો શેયર કર્યો છે અને કેપ્શનમાં એક અદ્ભુત વાત લખી છે. તેણે લખ્યું, ‘દરેક જીવન અમૂલ્ય છે. દરેક જીવને આદર અને રક્ષણ આપવું એ જ સાચી માનવતા છે. માત્ર 16 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘પૃથ્વી ફક્ત આપણા માણસોની નથી, પ્રાણીઓ, પક્ષીઓ અને પ્રાણીઓનો પણ માણસો જેટલો જ હક અને અધિકાર છે’, જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં સવાલ કર્યો છે કે, ‘મચ્છરો વિશે તમારો શું અભિપ્રાય છે? જો ઘરમાં સાફ-સફાઈ યોગ્ય રીતે રાખવામાં આવે તો પણ, સૂતી વખતે શરીર પર બેસીને કે કાન પાસે ગડગડાટ કરે ત્યારે શું કરવું જોઈએ?’

આ પણ વાંચો: Artificial leg for Animals: માનવોની જેમ પશુઓને પણ લગાડવામાં આવશે કૃત્રિમ પગ, આ રાજ્યએ કરી શરૂઆત

આ પણ વાંચો: Animal Funny Video: બાળકની જેમ પગ વડે ટાયર ચલાવતો જોવા મળ્યો ગજરાજ, વીડિયો જોઈને લોકોને યાદ આવ્યું બાળપણ

Next Article