Viral Video: મરઘાંઓને જોઈ દુરથી ભસી રહ્યો હતો કુતરો, પાસે આવતા જ થઈ ગઈ હવા ટાઈટ

|

Dec 07, 2021 | 8:03 AM

વીડિયો જોઈને તમે ચોક્કસ માનશો કે આ કહેવત કૂતરા પર કેમ બનાવવામાં આવી છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ આ વીડીયો જોશો તો તમે પણ હસી હસીને લોટપોટ થઈ જશો.

Viral Video: મરઘાંઓને જોઈ દુરથી ભસી રહ્યો હતો કુતરો, પાસે આવતા જ થઈ ગઈ હવા ટાઈટ
Dog Funny Image

Follow us on

તમે કહેવત તો સાંભળી જ હશે કે ‘પોતાના ઘરમાં કૂતરો પણ સિંહ હોય છે’. આ કહેવત માત્ર કૂતરા પર જ બનેલી છે, પરંતુ તે માણસોમાં સામાન્ય બની ગઈ છે. પરંતુ સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ (Viral Videos)થઈ રહેલો એક વીડિયો જોઈને તમે ચોક્કસ માનશો કે આ કહેવત કૂતરા પર કેમ બનાવવામાં આવી છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ આ વીડીયો જોશો તો તમે પણ હસી હસીને લોટપોટ થઈ જશો.

હકીકતમાં, એક પાલતુ કૂતરો દૂરથી મરઘા પર ખૂબ ભસે છે, પરંતુ જેવો તે નજીક પહોંચે છે, તેની હાલત ખરાબ થઈ જાય છે અને તે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોખંડની રેલિંગ જેવી દિવાલ છે, જેની આરપાર કૂતરો (Dog Viral Video)રહે છે અને તેની આજુબાજુ બે મરઘીઓ રહે છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ બાજુથી તે મરઘીઓને જોઈને કૂતરો (Dog Funny Video)ખૂબ ભસે છે, પણ પછી એક છોકરી તેને ઊંચકીને બીજી બાજુ લઈ જાય છે, જ્યાં મરઘીઓ રહે છે, હવે જ્યારે કૂતરો મરઘીઓને તેની પાસે જુએ છે, ત્યારે તેની હાલત કફોડી થઈ ગઈ હતી. પછી મરઘીઓના ડરને કારણે તે ત્યાંથી બહાર નીકળવાની કોશિશ કરવા લાગે છે.

આ વિડીયો ખુબ જ રમુજી છે. આવો વીડિયો તમે પહેલા ક્યારેય નહિ જોયો હોય. આ ફની વીડિયોને asupan.reels.hewani નામથી ઈન્સ્ટાગ્રામ (Instagram)પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે વીડિયોને 1 લાખ 33 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરી છે, ‘હજુ ભસ’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘ડર રહેવો જોઈ મારો પણ, વધુ નહી’.

 

આ પણ વાંચો: વારંવાર રજૂઆત છતાં ન થયું ગટરનું કામ, 86 વર્ષના વૃદ્ધ સાથે ખેડૂતે સમાધિ લેતા તંત્રમાં ખળભળાટ

આ પણ વાંચો: PM Kusum Yojana: આ ખાસ યોજના છે ખેડૂતો માટે, વીજળી ઉત્પન્ન કરી મેળવી શકાય છે સારી કમાણી

Next Article