ખુલ્લેઆમ દાદાગીરી ! આ વ્યક્તિએ જાહેરમાં પોલીસને માર્યો તમાચો, દબંગગિરીનો વીડિયો થયો વાયરલ

આજકાલ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.જેમાં એક વ્યક્તિ જાહેરમાં પોલીસને તમાચો મારતો જોવા મળી રહ્યો છે.

ખુલ્લેઆમ દાદાગીરી ! આ વ્યક્તિએ જાહેરમાં પોલીસને માર્યો તમાચો, દબંગગિરીનો વીડિયો થયો વાયરલ
Shocking video goes viral
| Edited By: | Updated on: Dec 04, 2021 | 12:03 PM

Viral Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો(Wedding) વાયરલ થતા જોવા મળી રહ્યા છે.જેમાં ક્યારેક લગ્નનો ડાન્સ(Dance)  તો ક્યારેક લગ્નની કોઈ રશમ (Wedding Ritual) લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.પરંતુ તાજેતરમાં લગ્નનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.સામાન્ય રીતે લગ્નમાં આવતા જાનૈયાઓ એક અલગ જ ટશનમાં રહે છે અને ક્યારેક તેઓ કંઈક એવી હરકત કરી બેસે છે,કે જોઈને લોકો પણ ચોંકી જાય છે.

આવું જ કંઈક લખનૌમાં બન્યું જ્યાં કેટલાક જાનૈયાઓએ રોડ પર અકસ્માતની બાબતમાં બોલાચાલી થતા પોલીસકર્મીને થપ્પડ મારી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લખનૌ પોલીસે થપ્પડ મારતા જોવા મળતા વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.

જુઓ વીડિયો

લગ્ન કાર્યક્રમમાં થયો તમાશો

માહિતી અનુસાર, આ વાયરલ વીડિયો ગુરુવાર રાતનો છે. જ્યાં લખનૌના નિરાલા નગર વિસ્તારમાં આવેલી એક હોટલમાં લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ઈન્સ્પેક્ટર વિનોદ કુમારની(Sub Inspector Vinod Kumar)  કાર વરઘોડાની કાર સાથે અથડાઈ હતી. જે બાદ ગુસ્સે થયેલા જાનૈયાઓએ પહેલા ઈન્સ્પેક્ટર સાથે ગેરવર્તન કર્યું અને તેને તમાચો મારી દીધો.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી Piyush Rai નામના યુવકે શેર કર્યો છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લખનૌ પોલીસે આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી હતી.જો કે બાદમાં આરોપીએ ખુદે જ આ ગુનો કબુલ કર્યો હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 

આ પણ વાંચો : ઉતાવળ ભારે પડી ! ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના ચક્કરમાં પડી ગઈ આ મહિલા, દિલઘડક વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: વન વિભાગને અરજી મળી, મારા ઘરે એક વાઘણ છે તો તેની ઉપર કાર્યવાહી કરશો ?