Jugaad : બોરી ઉઠાવવા આ વ્યક્તિએ લગાવ્યુ ગજબનુ દિમાગ, પરફેક્શન જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા !

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક જુગાડ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, આ જુગાડ જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

Jugaad : બોરી ઉઠાવવા આ વ્યક્તિએ લગાવ્યુ ગજબનુ દિમાગ, પરફેક્શન જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા !
man showed amazing perfection
| Edited By: | Updated on: Dec 06, 2021 | 12:50 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર જુગાડ સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક જુગાડ  એવા હોય છે,જે જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને લોકોને આશ્વર્ય પણ થતુ હોય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ(Internet)  પર ચર્ચામાં આવ્યો છે.જેમાં એક વ્યક્તિ જે રીતે બોરી ઉઠાવીને ફેંકી રહ્યો છે.તે જોઈને તમે પણ દંગ રહી જશો.

મજુરે કર્યો ગજબનો જુગાડ !

તમે એવા મજૂરોને જોયા જ હશે કે જેઓ મોટી મોટી ટ્રકોમાં (Truck) માલ કે બોરીઓ લોડ કે અનલોડ કરે છે. ક્યારેક એવું પણ જોવા મળે છે કે મજૂરો એક જ કામમાં વધુ સમય વિતાવે છે, જો આ કામ દિમાગથી લેવામાં આવે તો માત્ર થોડા સમયમાં પૂર્ણ થઈ શકે છે.આજકાલ આવો જ વીડિયો સામે આવ્યો છે.જેમાં એક મજુર જે રીતે પરફેક્શનથી(Perfection)  કામ કરી રહ્યો છે,તે જોઈને લોકોને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

જુઓ વીડિયો

યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ટ્રક છે, જેમાં ઘણી બધી બોરીઓ પડેલી છે અને કેટલાક મજૂરો ટ્રકમાંથી બોરીઓ નીચે ઉતારી રહ્યા છે. જેમાં એક મજૂર છે જે ટ્રકમાંથી નીચે ઉતરતો નથી અને આરામથી બોરીને ટ્રકની ઉપરથી નીચે એવી રીતે ફેંકી દે છે.નવાઈની વાત તો એ છે કે તે સીધી જ તેની જગ્યા પર જ પડે છે. આ વીડિયો યુઝર્સને (Users) ખુબ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર raman.gill નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 7 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. યુઝર્સ આ વીડિયો પર ફની કોમેન્ટસ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, અસલી શેર તો યે હૈ, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરીને સલાહ આપી કે, ‘ભાઈ ઓલિમ્પિકમાં ભાલા ફેંકનો પ્રયાસ કરો’.

 

આ પણ વાંચો : આ જ બાકી હતુ ! ઘોડો તો જુગારી નિકળ્યો, તીન પત્તી રમતા ઘોડાનો વીડિયો વાયરલ થતા યુઝર્સે લીધી મજા

આ પણ વાંચો : Fact Check: ‘મત નહીં આપ્યો તો કપાશે 350 રૂપિયા’, EC ના નામે ફરતા આ ફેક મેસેજથી રહેજો સાવધાન