Video : પકડેલા ગુનેગારને પોલીસ સ્ટેશન લઈ જવાય તે પહેલા જ પોલીસને ચૂનો આપીને ભાગી ગયો, ઘટનાનો વીડિયો થયો વાયરલ

|

Jan 09, 2022 | 6:21 PM

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોને લઈને બ્રાઝિલની પોલીસની ટીકા કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેદી પોલીસની નજરમાં ધૂળ નાખીને ભાગી જાય છે.

Video : પકડેલા ગુનેગારને પોલીસ સ્ટેશન લઈ જવાય તે પહેલા જ પોલીસને ચૂનો આપીને ભાગી ગયો, ઘટનાનો વીડિયો થયો વાયરલ
File Photo

Follow us on

Viral Video : સામાન્ય રીતે ફિલ્મોમાં જેલમાંથી ભાગવુ એ કેદીઓ માટે ડાબા હાથની રમત હોય છે. સુરક્ષા જવાનો હોવા છતાં, તે દરેકની આંખોમાં ધૂળ નાખીને ભાગી જવામાં સફળ થાય છે. આવું જ કંઈક બ્રાઝિલમાં(Brazil)  પણ જોવા મળ્યુ, ફરક માત્ર એટલો છે કે આ ગુનેગારે જેલ પહોંચતા પહેલા જ પોલીસને ચકમો આપી દીધો. કેદીની આ હરકત CCTV માં કેદ થઈ ગઈ છે. વાયરલ ફૂટેજમાં હાથકડીમાં પહેરેલો ગુનેગાર ચાલતા વાહનમાંથી કૂદીને ભાગી જતો જોવા મળે છે.

ચાલતી પોલીસ વાનમાંથી કેદી ભાગી ગયો….!

સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થયેલા આ વીડિયોમાં જોવા મળે છે કે કેદી ચાલતી પોલીસ વાનમાંથી(Police Van)  કૂદીને પાછળની તરફ ભાગી જાય છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો viralhog દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ ઘટના બ્રાઝિલના પરાઈબાના અલાગોઆ નોવાની જણાવવામાં આવી રહી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે, ‘ચાલતી પોલીસ વાનમાંથી કેદી ભાગી ગયો’. આ વીડિયોને અત્યાર સુધીમાં વ્યૂઝ મળી ચુક્યા છે.

જુઓ વીડિયો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

યુઝર્સ પોલીસની કરી આકરી ટીકા

નવાઈની વાત તો એ છે કે, ગુનેગાર કૂદીને પહેલા વચ્ચેના રસ્તા પર ઊભો રહ્યો છતા પોલીસને જાણ ન થઈ. અહેવાલો અનુસાર, જ્યારે પોલીસ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ગુનેગારને વાનની અંદર ન જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.  આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પોલીસની ટીકા કરી રહ્યા છે.

લોકો સવાલ કરી રહ્યા છે કે શું પોલીસે ખરેખર ગુનેગારને હાથકડી લગાવી હતી ? વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યુ કે, કેદી ભાગી ગયો છતા પોલીસને જાણ સુધ્ધા ન થઈ.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,કેદી પોલીસને સજરની સામે ચકમો આપ્યો.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોલીસને જવાબદાર ઠેરવી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : આ દુકાનદારે ગ્રાહકને બરાબરનો પાઠ ભણાવ્યો, યુઝર્સ કહ્યુ “આવો ન્યાય તો યમરાજા પણ ન કરી શકે”

Next Article