Video : આ ભેંસે સિંહને બરાબરનો ભણાવ્યો પાઠ, દિલધડક દ્રશ્યો જોઈને યુઝર્સ કહ્યુ” હિંમત હોય તો જ જુઓ”

ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, એક મિત્ર એવો હોવો જોઈએ, જે મુશ્કેલીમાં તમારા કામ આવી શકે અને તમારા માટે કોઈની સાથે લડી શકે. હાલમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

Video : આ ભેંસે સિંહને બરાબરનો ભણાવ્યો પાઠ, દિલધડક દ્રશ્યો જોઈને યુઝર્સ કહ્યુ હિંમત હોય તો જ જુઓ
Shocking video goes viral
| Edited By: | Updated on: Dec 04, 2021 | 9:13 AM

Viral Video : સિંહને જંગલનો રાજા (Lion) કહેવામાં આવે છે, જે પોતાની તાકાતના જોરે કોઈપણ પ્રાણીનો શિકાર કરવાની હિંમત રાખે છે, એટલે જ તેની ગર્જના સાંભળીને આખું જંગલ ધ્રૂજી ઊઠે છે અને જંગલના તમામ પ્રાણીઓ તેનાથી દૂર રહેવું સારું સમજે છે. પરંતુ જંગલમાં (Forest) કોણ કોના પર ભારે પડે તે કંઈ કહી શકાય નહીં, અહીં ક્યારેક શિકારી પણ શિકાર બની જાય છે. સોશિયલ મીડિયા પર આવો જ એક શોકિંગ વીડિયો(Shocking video)  વાયરલ થઈ રહ્યો છે.

ભેંસે આ રીતે નિભાવી મિત્રતા

ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે મિત્ર એવો હોવો જોઈએ, જે મુશ્કેલીમાં તમારા કામ આવી શકે અને તમારા માટે કોઈની સાથે લડી શકે. દરેક વ્યક્તિ પોતાના મિત્રો પાસેથી આ જ અપેક્ષા રાખે છે. આવી મિત્રતા મનુષ્યોમાં જ નહિ પ્રાણીઓમાં પણ જોવા મળે છે. આવો જ એક વિડીયો હાલ ઈન્ટરનેટ(Internet) પર ચર્ચામાં આવ્યો છે. જેમાં સિંહોના ટોળાએ ભેંસ પર હુમલો કર્યો પરંતુ એક બીજી ભેંસે આવીને તેનો જીવ બચાવ્યો.

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સિંહોના ટોળાએ જંગલમાં ભેંસને ઘેરી લીધી છે અને તે બધા મળીને આ ભેંસને પોતાનો શિકાર બનાવવા માંગે છે. ટોળામાંના મોટાભાગના સિંહો ભેંસની પીઠને પકડી રાખે છે જેથી તે છટકી શકે નહિ. આવી સ્થિતિમાં ભેંસે રણકવાનુ શરૂ કર્યુ આ સાંભળીને તેની સાથી ભેંસ ત્યાં આવી પહોંચી.આ સાથીએ સિંહને(Lion)એવો પાઠ ભણાવ્યો કે, સિંહ ઉભી પુછડીએ ત્યાંથી ભાગી ગયો. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથીIFS Sushant Nanda દ્વારા શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : રસ્તા પર સ્ટંટ કરવા આ છોકરાને ભારે પડ્યા ! સ્ટંટના ચક્કરમાં કંઈક એવુ થયુ કે યુઝર્સના ઉડી ગયા હોંશ,જુઓ VIDEO

આ પણ વાંચો : Video : આર્ટિસ્ટે પેપર પર એવી કલાકારી કરી કે વીડિયો થયો વાયરલ, ટેલેન્ટ જોઈને યુઝર્સ મોઢામાં આંગળા નાખી ગયા !