AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બકરીએ કુતરાની કરી નાખી હાલત ખરાબ, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘કોક તો કુતરાને બચાવો’

આજકાલ વાયરલ વીડિયોમાં મનુષ્યથી લઈને પ્રાણીઓ અને વિવિધ પ્રકારના વીડિયોનો સમાવેશ થાય છે. જો કે, જે પ્રાણીઓના વીડિયો સૌથી વધુ વાયરલ થાય છે તેમાં કૂતરા, બિલાડી અને વાંદરાઓ વગેરેનો સમાવેશ થાય છે.

બકરીએ કુતરાની કરી નાખી હાલત ખરાબ, વીડિયો જોઈ લોકોએ કહ્યું 'કોક તો કુતરાને બચાવો'
Goat made dog's condition worse
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 9:59 AM
Share

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરરોજ હજારો વીડિયો અપલોડ થાય છે અને વાયરલ થાય છે. જેમાં મનુષ્યથી લઈને પ્રાણીઓ અને વિવિધ પ્રકારના પ્રાણીઓના વીડિયોનો સમાવેશ થાય છે. જો કે, જે પ્રાણીઓના વીડિયો સૌથી વધુ વાયરલ (Viral) થાય છે તેમાં કૂતરા, બિલાડી અને વાંદરાઓ વગેરેનો સમાવેશ થાય છે.

લોકો તેના વીડિયોને પણ ખૂબ પસંદ કરે છે. તેમની કરતબ અને હરકતો જોવા જેવી છે. જો કે કેટલીકવાર આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ જાય છે, જેને જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થાય છે અને ઘણા લોકોને તેના પર દયા પણ આવે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેને જોઈને ઘણા લોકો ગુસ્સામાં છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો એક બકરી અને કૂતરા (Dog Viral Video)નો છે, જેમાં બકરી કૂતરાની હાલત બગાડે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઘરની બહાર વરંડામાં બે બકરી ઉભી છે અને નજીકમાં એક ટેબલ નીચે એક કૂતરો (Dog Funny Video)છુપાયેલો છે.

પછી એક બકરી તે કૂતરાને જોઈને ગુસ્સે થઈ જાય છે અને ટેબલ નીચે તેના શિંગડાથી કૂતરાને મારવા લાગે છે. ત્યારે કૂતરો ટેબલની નીચેથી ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે બહાર આવતાની સાથે જ બકરી ફરીથી તેના પર તૂટી પડે છે. જોકે કૂતરો કોઈક રીતે જીવ બચાવીને ભાગી જાય છે.

આ વીડિયો ખૂબ જ મજેદાર છે, જેને ઘણા લોકો જોઈ રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર asupan.reels.hewani નામથી શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં 1 લાખ 79 હજાર વ્યૂઝ મળ્યા છે, જ્યારે વીડિયોને 5 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘ભાઈ કુતરાની હેલ્પ કરો’, જ્યારે અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયોને ભયાનક ગણાવ્યો છે. આ સિવાય ઘણા લોકોએ કહ્યું છે કે આ કોઈ મજાક નથી, એટલે કે તેમનો કહેવાનો અર્થ એ છે કે બકરી કૂતરાને ખરાબ રીતે મારી રહી છે, તે મજાક નથી, પરંતુ લોકોએ તેમની મદદ કરવી જોઈએ.

આ પણ વાંચો: Mushroom cultivation: ડબલ કમાણીની તક ! ખેડૂત તમારા ઘરે આવીને તૈયાર કરશે મશરૂમ, જાણો કેવી રીતે શું કરવું

આ પણ વાંચો: Cute Baby Reel: સ્વેટર ધોતી આ બાળકીનો ક્યૂટ વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું ‘વાહ’

Follow Us
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
g clip-path="url(#clip0_868_265)">