સોશિયલ મીડિયા (Social Media) પર એક નવો વીડિયો વાયરલ (Viral Videos)થયો છે જે સામાન્ય મર્યાદાઓથી આગળ વધતી માનવીય ક્ષમતાઓ દર્શાવે છે. અવકાશમાં માનવ હિલચાલ મર્યાદિત હોય છે, પરંતુ વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે અવકાશયાત્રી સહકર્મી દ્વારા વાળ કાપતા જોઈ શકાય છે.
એક એસ્ટોનોટ્ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયોમાં એક સહકર્મી એસ્ટ્રોનોટ્ના વાળ કાપતા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
અવકાશયાત્રી (Astronaut) મેથિયાસ મૌરેર (Matthias Maurer)ટ્વિટર (Twitter) પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે અવકાશયાનની અંદર એક સહકર્મી દ્વારા વાળ કાપતા જોઈ શકાય છે. તેઓએ સાથે લખ્યું, ” સ્પેસ સલૂનમાં પગ મુકો જ્યાં વાળંદ @astro_raja ઘણી પ્રતિભા ધરાવતા માણસ છે. કારણ કે અમારામાંના કોઈને પણ આંખોમાં વાળ જોઈતા નથી, અથવા તેનાથી પણ ખરાબ – @Space_Station સિસ્ટમ, અમારા હેર ક્લીપર્સ વેક્યુમ સાથે જોડાયેલા છે. આ સ્પેસ સ્ટાઈલિશને સેવા આપવા માટે પાંચ સ્ટાર.”
અવકાશમાં દરેક ક્રિયાનું ચોક્કસ મૂલ્ય હોય છે અને જો તે યોગ્ય રીતે કરવામાં ન આવે તો તે ભવિષ્યના મુસાફરોને, અથવા ખરાબ, સમગ્ર અવકાશ મિશનને નુકસાન થઈ શકે છે. પરંતુ અવકાશયાત્રીઓ તેમના જ્ઞાન અને ઇચ્છાશક્તિથી કામને આગળ ધપાવતા રહે છે.
Step into the space salon where barber @astro_raja is a man of many talents 🚀💈💇♂️ Because none of us want hair in our eyes, or – even worse – the @Space_Station systems, our hair clippers come with a vacuum attached. Five stars for this space stylist’s service ⭐️😉 #CosmicKiss pic.twitter.com/dDsXHaSgG5
— Matthias Maurer (@astro_matthias) December 19, 2021
અવકાશમાં રહી કામ કરવું ખુબ દુસ્કર હોય છે ક્યારે કઈ સમસ્યા આવે તે નક્કી ન હોય ત્યારે અવકાશયાત્રીનું જીવન સ્પેસમાં સરળ હોતું નથી તેઓને રોજીંદી ક્રિયાઓમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે એક સહકર્મી વાળ કાપી રહ્યા છે.
હજારો કિલોમીટર પોતાના પરિવારથી દુર રહી સ્પેસમાં કામ કરનાર વૈજ્ઞાનિકનોને ડગલેને પગલે પડકારોનો સામનો કરવો પડતો હોય છે તેમ છતાં આપણે ઘણા સ્પેસના વાયરલ વીડિયો જોયા હોઈ છે જે વૈજ્ઞાનિકો દ્વારા વાયરલ કરવામાં આવતા હોય છે ત્યારે ઘણા વીડિયોમાં તેઓ ખુબ જ બિન્દાસ અંદાજમાં જોવા મળતા હોય છે.
આ પણ વાંચો: Technology: બદલાઈ જશે WhatsApp નું વોઈસ અને વીડિયો કોલ ઈન્ટરફેસ, કંઈક આ રીતે મળશે જોવા
આ પણ વાંચો: Viral: વ્યક્તિએ ઘરની બાઉન્ડ્રી વોલમાં બનાવી કૂતરા માટે બારી, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘વાહ પાડોશી હો તો ઐસા’
Published On - 1:22 pm, Thu, 23 December 21