Viral Video : એકબીજાને પ્રેમથી ગળે મળી બે બિલાડીઓ, લોકોએ કહ્યુ વીડિયો શેર કરવા બદલ આભાર

|

Sep 23, 2021 | 8:21 AM

વીડિયો પોસ્ટ થયા બાદથી તેને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે. વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, 'ઓહ !!! ખૂબ સુંદર…. મારી પાસે આવી બે બિલાડીઓ પણ હતી

Viral Video : એકબીજાને પ્રેમથી ગળે મળી બે બિલાડીઓ, લોકોએ કહ્યુ વીડિયો શેર કરવા બદલ આભાર
Adorable video of soulmate cats hugging each other is all about love

Follow us on

તમે ઘણી વખત માણસોને પ્રેમથી એકબીજા સાથે ગળે મળતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય પ્રાણીઓને ગળે મળતા જોયા છે ?  કદાચ નહીં, હવે એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વધુને વધુ વાયરલ થઈ (Viral Video) રહ્યો છે, જેમાં 2 બિલાડીઓ એકબીજાને ગળે લગાવી રહી છે. તમને જણાવી દઈએ કે જેમ મનુષ્યમાં લાગણીઓ હોય છે, તેવી જ રીતે પ્રાણીઓમાં પણ ઘણી લાગણીઓ હોય છે. તેઓ એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ જુદી જુદી રીતે વ્યક્ત કરે છે. વાયરલ થઈ રહેલી ક્લિપમાં, પફિન અને બિન્ક્સ નામની બે ખૂબ જ સુંદર બિલાડીઓ બતાવવામાં આવી છે.

વીડિયો પરથી અમે અનુમાન લગાવી શકીએ છીએ કે તમને આ સુપર સ્વિટ વીડિયો વારંવાર જોવાનું ગમશે. વીડિયો puffin_loves_binx નામની બિલાડીઓના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. તે પ્રોફાઇલ બાયોમાં વાંચી શકાય છે કે – બિનક્સને જમાખોરીની સ્થિતીમાંથી બચાવાયુ હતુ. ખબર પડી કે તે પફિનની સોઉલમેટ છે. તેનાઆવ્યા પછી, બંને ક્યારેય એકબીજાથી અલગ થયા નહીં.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

વીડિયો શેર કરતા, પેજ સંભાળતા સંચાલકે કેપ્શનમાં લખ્યું, ‘ગાલથી ગાલ મળ્યા …. મને ઘરે આવવું અને આ બેને ગળે મળતા જોવું ગમે છે – આ શ્રેષ્ઠ મૂડ બૂસ્ટર છે!’ વીડિયોની સાથે લોકો કેપ્શનને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

વીડિયો પોસ્ટ થયા બાદથી તેને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે. વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, ‘ઓહ !!! ખૂબ સુંદર…. મારી પાસે આવી બે બિલાડીઓ પણ હતી, જે ખૂબ જ સુંદર હતી. હું હજી પણ તેમને યાદ કરું છું અન્ય એક યુઝરે લખ્યું, ‘આવા સુંદર વીડિયો ભાગ્યે જ જોવા મળે છે.’

આ પણ વાંચો –

PM Modi: વડાપ્રધાન મોદીનું અમેરિકામાં એરપોર્ટથી હોટલ સુધી જબરદસ્ત સ્વાગત, ક્વાડ સમિટમાં ભાગ લેશે

આ પણ વાંચો –

Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલની કિંમત અંગે આવ્યા આ ચિંતાના સમાચાર, જાણો તમારા શહેરમાં આજે શું છે ભાવ

આ પણ વાંચો –

ગુજરાતમાં સરકાર બદલાતા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સંયોજકોને પણ છૂટા કરાયા, નવા લોકોની નિમણૂક કરાશે

Next Article