વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલી દરમિયાન સ્ટેજ પર અધવચ્ચે જ પોતાનું ભાષણ અટકાવ્યું, નાની છોકરીને કહી આ વાત, જુઓ વીડિયો
વડાપ્રધાન મોદીએ નાની છોકરીને કહ્યું કે, મેં આ તસવીર જોઈ છે. તે આવું અદ્ભુત કામ કર્યું છે. હું તને આશીર્વાદ આપું છું. પરંતુ દીકરી, તું થાકી ગઈ હશે, તું આટલા લાંબા સમયથી ઊભી છે. તેમણે પોલીસ કર્મચારીને કહ્યું કે, જો તે તસવીર આપવા માંગતી હોય તો તેની પાસેથી લઈ લો. ત્યારબાદ તેમણે પેઇન્ટિંગ માટે છોકરીનો આભાર માન્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાંકેરમાંએક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન એક નાની છોકરી ઘણા સમયથી પીએમની પેઈન્ટિંગને પોતાના હાથમાં હલાવી રહી હતી. આ જોઈને પીએમ મોદીએ પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવ્યું હતું. તેમણે નાની બાળકીને એવી રીતે સમજાવ્યું કે રેલીમાં હાજર લોકો મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા હતા. પીએમ મોદી પણ તસવીર જોઈને હસવાનું રોકી શક્યા નહીં.
આ પણ વાંચો : Breaking News : CM અરવિંદ કેજરીવાલ આજે ED સમક્ષ નહીં થાય હાજર, કહ્યું- BJPના કહેવા પર સમન્સ મોકલ્યું
વડાપ્રધાન મોદીએ નાની છોકરીને કહ્યું કે, મેં આ તસવીર જોઈ છે. તે આવું અદ્ભુત કામ કર્યું છે. હું તને આશીર્વાદ આપું છું. પરંતુ દીકરી, તું થાકી ગઈ હશે, તું આટલા લાંબા સમયથી ઊભી છે. તેમણે પોલીસ કર્મચારીને કહ્યું કે, જો તે તસવીર આપવા માંગતી હોય તો તેની પાસેથી લઈ લો. ત્યારબાદ તેમણે પેઇન્ટિંગ માટે છોકરીનો આભાર માન્યો હતો. આ ઉપરાંત પીએમએ કહ્યું કે, પેઈન્ટિંગની પાછળ તારુ સરનામું લખજે, હું તને ચોક્કસથી પત્ર લખીશ.
