ભારત દેશ અધ્યાત્મની ભૂમી છે, સંતો અને સાધુઓની ધરા છે, આપણા દેશને એવા કેટલાય સાઘુઓ અને ગુરૂઓ આપ્યા છે જેમણે દેશના ઉત્થાનમાં બહોળો ફાળો નોંધાવ્યો હોય,આજે આપણે એવા જ એક આધ્યાત્મિક ગુરૂ પાયલોટ બાબાની વાત કરવાના છીએ.
પાયલટ બાબા એક જાણીતા આધ્યાત્મિક ગુરૂ છે. જેઓ અગાઉ વિંગ કમાન્ડર કપિલ સિંહ, ભારતીય વાયુસેનાના ફાઇટર પાઇલટ હતા. પાયલોટ બાબાએ ભારત અને વિદેશમાં અનેક આશ્રમો અને આધ્યાત્મિક કેન્દ્રોની સ્થાપના કરી છે. 1962ના ચીન-ભારત યુદ્ધ દરમિયાન, કપિલ સિંહ એક મિગ એરક્રાફ્ટ, જેને NEFA તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતના ઉત્તર-પૂર્વમાં ઉડાવી રહ્યા હતા ત્યારે તેમના વિમાને નિયંત્રણ ગુમાવ્યું હતું. તેના આધાર સાથેનો રેડિયો સંપર્ક પણ તૂટી ગયો હતો અને તે ખોવાઈ ગયો હોવાનું માનવામાં આવતું હતું.
પાયલોટ બાબાના જણાવ્યા અનુસાર, કપિલના આધ્યાત્મિક માર્ગદર્શક હરિ બાબા તેમના કોકપિટમાં દેખાયા હતા અને તેમને તેમના ફાઈટર એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઘટના યુવાન કપિલના જીવનમાં એક મહત્વનો વળાંક બની ગયો અને દસ વર્ષ પછી, 33 વર્ષની ઉંમરે, તેણે પોતાનું આધ્યાત્મિક જીવન જીવવા માટે એરફોર્સમાંથી નિવૃત્તિ લીધી.
TV9 ગુજરાતીએ પાયલોટ બાબા સાથે ખાસ વાતચીત કરી, આવો જાણીએ બાબા સાથેની આ ખાસ વાતચીત
Published On - 5:22 pm, Wed, 1 March 23