PGP 2024 : શેમારૂના કેતન મારૂએ પ્રવાસી ગુજરાતી પર્વના મંચ પર કર્યો ખુલાસો, કેવી રીતે પડ્યું કંપનીનું નામ

|

Feb 10, 2024 | 4:43 PM

શેમારુ એન્ટરટેઈનમેન્ટ લીમિટેડના કેતન મારુએ પ્રવાસી ગુજરાતી પર્વ 2024ના મંચ પરથી કહ્યું કે, 350 થી 400 નાટકોને ડોક્યુમેન્ટ કર્યા છે. દેશ વિદેશમાં બેઠેલા લોકો ગુજરાતી ફિલ્મો અને નાટકો જોઈ શકે છે. શેમારુ વીડિયોથી શરુ કરીને ઓટીટી સુધી પહોચ્યું છે.

પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સેશનમાં શેમારૂના કેતન મારૂ જોડાયા હતા. તેમણે કહ્યુ કે, શેમારૂને 61 વર્ષ થયા છે. શેઠ અને મારું માથી બની શેમારું કંપની. દુરદર્શન સિવાય પહેલા લોકોના મનોરંજન માટે ઈન્ડસ્ટ્રી સીવાય કઈ ન હતુ. શેમારૂ એક માત્ર લાઈબ્રેરી હતી. વીએચએસ આવ્યુ ત્યારે ડર લાગ્યો પણ અમે લેસર લઈ આવ્યા. 1998 માં હોમથીયેટર પણ અમે લઈ આવ્યા. સૌથી વધારે ગુજરાતી ફિલ્મો અને નાટકો એક માત્ર શેમારૂ પાસે છે. 40 દેશોના લોકો માટે અમે બેઠા છીએ.

આ પણ વાંચો : PGP 2024 : ફિલ્મ જગતની મેન સ્ટ્રીમને ગુજરાતીઓએ જાળવી રાખી છે – જયંતિલાલ ગડા

કેતન મારૂએ કહ્યુ કે, 350 થી 400 નાટકોને ડોક્યુમેન્ટ કર્યા છે. દેશ વિદેશમાં બેઠેલા લોકો ગુજરાતી ફિલ્મો અને નાટકો જોઈ શકે છે. શેમારુ વીડિયોથી શરુ કરીને ઓટીટી સુધી પહોચ્યું છે. મેન્ટાલીટી ચેન્જ કરવી જરુરી છે ગુજરાતી ફિલ્મો સારી નથી હોતી તેમ બીલકુલ નથી. ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશ માટે કામ કરી રહ્યા હોય તો તે માત્ર શેમારુ અને પાન ઈન્ડિયાના બે ગુજરાતીઓ (કેતન અને ગઢા) છે.

Next Video