પાર્કિગમાં ઉભેલી કાર પળવારમાં સમાઈ જમીનમાં, VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

Mumbai News: મુંબઈના ઘાટકોપર(Ghatkopar) વિસ્તારમાં પાર્કિંગમાં ઉભેલી કાર અચાનક જમીનમાં સમાઇ ગઇ  .આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે

  • Publish Date - 5:51 pm, Sun, 13 June 21 Edited By: Kunjan Shukal

Mumbai:  મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે વરસાદના અનેક વીડિયો પણ સામે આવી રહ્યા છે. ત્યારે એક વીડિયો મુંબઈના ઘાટકોપર વિસ્તારથી સામે આવ્યો છે.  વીડિયોમાં જોઈ શકાય છે કે મુંબઈના ઘાટકોપર(Ghatkopar) વિસ્તારમાં પાર્કિંગમાં ઉભેલી કાર અચાનક જમીનમાં સમાઈ ગઈ. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આપને જણાવી દઈએ કે આ વીડિયો મુંબઈના ઘાટકોપર વેસ્ટની રામાનિવાસ સોસાયટીનો છે.

 

આ સોસાયટીમાં પંકજ મેહતા નામના એક વ્યક્તિએ પોતાની કાર પાર્કિંગમાં પાર્ક કરી હતી અને વરસાદના કારણે અચાનક જ કાર જમીનની અંદર ઘુસી ગઈ. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉપરાંત આસપાસની કારને પણ કોઈ પ્રકારનું નુકસાન થયુ નથી.

 

જો કે કાર જમીનમાં સમાઈ જવાની ઘટનાને લઈ બીએમસીનું કહેવુ છે કે આજે સવારે ઘાટકોપરની એક પ્રાઈવેટ સોસાયટીમાં કાર ડૂબવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. અમને જાણકારી મળી છે કે પાર્કિંગ એરિયામાં કુંવો હતો. કુંવાના અડધા હિસ્સાને આરસીસીથી ઢાંકી દેવામાં આવ્યો હતો. આ કાર કુંવાના એ જ હિસ્સામાં પાર્ક હતી. જ્યારે કુંવાનો એક ભાગ તૂટ્યો ત્યારે કાર ધીમે ધીમે એમાં સમાઈ ગઈ. જો કે અત્યારે જ્યાં કાર ડૂબી હતી ત્યાંથી પાણી કાઢવાનું કામ ચાલું છે.

 

આ પણ વાંચો: Ahmedabad: આ કઈ રીતે વેક્સિન લગાવવા ગયો યુવાન? રસીકરણ અંગે જાગૃતિ માટે અનોખો પ્રયાસ

Click on your DTH Provider to Add TV9 Gujarati