Breaking News : PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
વડાપ્રધાને રવિવારે, 10મી મે 2026ના દિવસે હૈદરાબાદમાં એક સભાને સંબોધતા દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ અને ગેસનો વિચારપૂર્વક ઉપયોગ કરવાનું આહવાન કર્યું હતું. PM મોદીની આ સલાહ બાદ તેમની વાતની અસર મુંબઈમાં પણ જેવા મળી રહી છે.
હૈદરાબાદમાં, રવિવાર 10મી મેના રોજ એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જનતાને આગામી એક વર્ષ માટે બિન-આવશ્યક સોનાની ખરીદીથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. સાથે જ ઈંધણનો વપરાશ ઘટાડવા અને વિદેશ યાત્રા અંગે સંયમ રાખવાની પણ અપીલ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિવેદનથી પર્યાવરણ અને દેશહિતને ધ્યાનમાં રાખીને મુંબઈના એક પરિવારે પોતાની પાંચ લક્ઝરી કારનો ઉપયોગ ઘટાડીને મેટ્રો અને સિટી બસમાં મુસાફરી કરવાનો નિર્ણય કર્યો છે.
મિરા રોડના પરિવારે છોડી લક્ઝરી કાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાને પેટ્રોલ-ડીઝલનો ઓછો વપરાશ કરવાની અપીલ કરી હતી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પ્રોત્સાહન આપવાની વાત પણ કરી હતી. ત્યારે PM મોદીની આ સલાહ બાદ તેમની વાતની અસર મુંબઈમાં પણ જોવા મળી રહી છે. મિરા રોડના એક પરિવારે પર્યાવરણ અને દેશ હિત માટે PM મોદીની અપીલ પર પોતાની પાંચ લક્ઝરી કાર છોડીને મેટ્રો અને સિટી બસનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈના મિરા રોડમાં રહેતા ભારતીય પરિવાર પાસે પાંચ કાર અને ત્રણ બાઈક છે. અત્યારસુધી પરિવારના સભ્યો અલગ-અલગ ગાડી લઈને ઓફિસ જતા હતા. પરંતુ PM મોદીના નિવેદન બાદ આ પરિવારે નક્કી કર્યું છે કે તેઓ પાંચની બદલે માત્ર એક કે બે ગાડી વાપરશે.