ઉત્તર પ્રદેશ: લાઉડ સ્પીકરને લઈને મુરાદાબાદ પોલીસ એક્શનમાં, 34 ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકર હટાવ્યા

ઉત્તર પ્રદેશ: લાઉડ સ્પીકરને લઈને મુરાદાબાદ પોલીસ એક્શનમાં, 34 ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકર હટાવ્યા

| Edited By: | Updated on: Nov 28, 2023 | 11:02 PM

મુરાદાબાદમાં 3138 ધાર્મિક સ્થળોમાંથી 432 ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકરો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં ધ્વનિ કરતાં વધુ અવાજ જોવા મળ્યો હતો. નિયત ધોરણના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. તાત્કાલીક તેમના સંચાલકોને સૂચના આપીને 398 લાઉડસ્પીકરનું વોલ્યુમ ઘટાડી દેવામાં આવ્યું હતું, 34 ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા.

ઉત્તર પ્રદેશ પોલીસે અગાઉ પણ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકરના અવાજને લઈને એક ડ્રાઈવ ચલાવી હતી, જેમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકરો હટાવવામાં આવ્યા હતા. ત્યારે 27મી નવેમ્બરે મુરાદાબાદમાં અચાનક જ લાઉડ સ્પીકરો હટાવવામાં આવ્યા હતા. તમામ પોલીસ સ્ટેશનના વડાઓ અને પોલીસ અધિકારીઓને ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરનો અવાજ ચેક કરવા સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો હૈદરાબાદ: રાહુલ ગાંધીએ ઓટો રિક્ષામાં કરી સવારી, જોવા મળ્યો તેનો અલગ અંદાજ, જુઓ ફોટો

આ ઝુંબેશ અંતર્ગત મુરાદાબાદમાં 3138 ધાર્મિક સ્થળોમાંથી 432 ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકરો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં ધ્વનિ કરતાં વધુ અવાજ જોવા મળ્યો હતો. નિયત ધોરણના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. તાત્કાલીક તેમના સંચાલકોને સૂચના આપીને 398 લાઉડસ્પીકરનું વોલ્યુમ ઘટાડી દેવામાં આવ્યું હતું, 34 ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો