MONEY9: જાણો તમારા PFમાંથી કેટલી રકમ પેન્શનમાં જશે?

|

Mar 21, 2022 | 5:32 PM

ખાનગી ક્ષેત્રના મોટાભાગના કર્મચારીઓને પેન્શન યોજનાઓ અંગે કોઈ જાણકારી જ નથી હોતી. તેમને તો એટલી જ ખબર હોય છે કે મૂળ પગારની 12 ટકા રકમ પોતાના હિસ્સામાંથી અને તેટલી જ રકમ કંપની તરફથી PF ખાતામાં જમા થાય છે.

ખાનગી ક્ષેત્રના મોટાભાગના કર્મચારીઓને પેન્શન (PENSION) યોજનાઓ અંગે કોઈ જાણકારી જ નથી હોતી. તેમને તો એટલી જ ખબર હોય છે કે મૂળ પગારની 12 ટકા રકમ પોતાના હિસ્સામાંથી અને તેટલી જ રકમ કંપની તરફથી પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં જમા થાય છે. મોટાભાગના કર્મચારીઓને એટલો પગાર નથી મળતો જેનાથી તે મોટી રકમ ભેગી કરી શકે. આવા સંજોગોમાં મોટાભાગના કર્મચારીઓ નોકરીમાંથી રિટાયર (RETIREMNET) થયા બાદ ગુજરાન ચલાવવા માટે બચત નથી કરી શકતા. રિટાયરમેન્ટ પછી કર્મચારીને દર મહિને નિયમિત આવક થતી રહે તે માટે કર્મચારી પેન્શન યોજના એટલે કે EPS-95ની શરૂઆત થઇ હતી.

પગારમાંથી કપાત

EPFOના હાલના નિયમો અનુસાર PFમાં કર્મચારીના બેઝિક તેમજ ડીએના 12 ટકા યોગદાન કાપવામાં આવે છે. કેટલીક કંપનીઓ પૂરા પગારમાંથી પણ કપાત કરે છે. કર્મચારીના પગારમાંથી કપાતી 12 ટકા રકમ તેના PF ખાતામાં જમા થાય છે. જ્યારે નિયોક્તાનું પૂરું યોગદાન માત્ર PFમાં નહીં, પરંતુ જુદી જુદી જગ્યાએ જાય છે. તેમાંથી 3.67 ટકા પૈસા PF ખાતામાં અને 8.33 ટકા પૈસા પેન્શન ખાતામાં જમા થાય છે.

શું છે જોગવાઇ?

EPF માટે મૂળ પગારની મહત્તમ સીમા હાલ મહિને 15 હજાર રૂપિયા છે. એવામાં EPSમાં પ્રતિમાસ મહત્તમ 1,250 રૂપિયા જમા થઈ શકે છે. તેમાં બધા ખાતાધારકોના ખાતામાં કેન્દ્ર સરકાર 1.16 ટકાનો ફાળો આપે છે. કર્મચારી 58 વર્ષ પૂર્ણ થયા પછી પેન્શન મેળવવાને હકદાર બને છે. જો કે કેટલીક શરતો સાથે 50 વર્ષની ઉંમર હોવા છતાં પેન્શન મળી શકે છે. પરંતુ આ પેન્શન ત્યારે જ મળશે, જ્યારે EPS ખાતામાં લઘુત્તમ 10 વર્ષ સુધી યોગદાન કર્યું હોય.

કેવી રીતે નક્કી થાય છે પેન્શન?

મોટી સંખ્યામાં કર્મચારીઓના મનમાં એક મોટો સવાલ એ રહેતો હોય છે કે છેવટે પેન્શનની રકમ કેવી રીતે નક્કી થાય છે. આના માટે ઈPFની એક ફોર્મ્યુલા છે. જેના આધારે કોઈપણ વ્યક્તિ પોતાની પેન્શનની રકમ શોધી શકે છે.

જો કોઈ કર્મચારી 20 વર્ષની નોકરી પૂરી કરી લે તો તેમાં 2 વર્ષ બોનસ તરીકે જોડવામાં આવશે. વર્ષની ગણતરી રાઉન્ડ ફિગરમાં કરવામાં આવશે. જો પેન્શન યોગ્ય સેવા 10 વર્ષ 6 મહિના છે તો તેને 11 વર્ષની ગણવામાં આવશે. છ મહિનાથી ઓછા સમયગાળાને છોડી દેવામાં આવે છે.

આની ફૉર્મ્યુલા તમને સમજાવીએ બેઝિકમાં તમે ઉમેરશો DA અને તેનો ગુણાકાર કરીશું નોકરીના વર્ષ સાથે. હવે તેનો 70 વડે ભાગાકાર કરીશું. ઉદાહરણ તરીકે મયૂરના છેલ્લા એક વર્ષની એવરેજ સેલેરી એટલે કે બેઝિક અને DA 15 હજાર રૂપિયા છે અને પેન્શન યોગ્ય નોકરીની અવધિ 21 વર્ષ છે તો ફૉર્મ્યુલામાં આ રીતે ફિટ બેસશે. 15 હજારનો 21 વડે ગુણકાર કરીને તેનો 70 વડે ભાગાકાર કરવામાં આવશે. એટલે કે 4 હજાર 500 રૂપિયા પ્રતિમાસ પેન્શન.

પેન્શનનો વ્યાપ

કર્મચારી પેન્શન યોજના 15 નવેમ્બર 1995થી લાગુ થઈ છે. આ યોજના હેઠળ લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા અને મહત્તમ પેન્શન 7500 રૂપિયા છે. જો કે મોંઘવારીના જમાનામાં આ રકમ ઘણી ઓછી છે. પરંતુ ઓછી આવકવાળા માટે આ સ્કીમ ઘણી ઉપયોગી છે, જે વૃદ્ધાવસ્થામાં આજીવિકા માટે ઘણી મદદરૂપ થાય છે.

મની9ની સલાહ

જેમનો પગાર વધારે નથી તેમના માટે PF મદદગાર સાબિત થઈ શકે છે. વૃદ્ધાવસ્થામાં આજીવિકા માટે આ તમારા કામમાં આવશે.

આ પણ જુઓ

શું તમારો વીમો પર્યાપ્ત છે? કેવી રીતે કરશો ગણતરી?

આ પણ જુઓ

બોજારૂપ વીમા પૉલિસીથી કેવી રીતે મેળવશો મુક્તિ?

Next Video