Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: વીમો તો લઈ લીધો પણ તેની શરતો વાંચી? પછી કહેતા નહીં કે વીમા કંપનીઓ અમારું સાંભળતી નથી !

MONEY9: વીમો તો લઈ લીધો પણ તેની શરતો વાંચી? પછી કહેતા નહીં કે વીમા કંપનીઓ અમારું સાંભળતી નથી !

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 10, 2022 | 5:30 PM

વીમા પૉલિસી ડોક્યુમેન્ટ એ વીમા કંપની અને પૉલિસીધારક વચ્ચે વીમાનો એક કોન્ટ્રાક્ટ હોય છે. જેમાં નિયમો અને શરતો લખેલી હોય છે. અલગ અલગ કંપનીઓ અને વીમા પૉલિસીના નિયમો અને શરતો જુદી જુદી હોઇ શકે છે જે સમજવી જરૂરી છે.

આપણામાંથી ઘણા લોકો એવા છે જેઓ એમ સમજે છે કે આપણે વીમો (INSURANCE) લઈ લીધો એટલે સુરક્ષિત થઈ ગયા. તેઓ વીમા પોલીસી (POLICY)ની શરતો વાંચતા નથી અને આંખ મીંચીને સહી કરી દે છે. કેટલાક તો પ્રિમીયમ ઓછું આવે તે માટે પોતાની બીમારીઓને પણ છુપાવે છે. પરંતુ આ બાબત તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. પૉલિસી લેતી વખતે તમારી મેડિકલ હિસ્ટ્રી (MEDICAL HISTORY)નો જરૂર ઉલ્લેખ કરો અને તેના માટે એજન્ટના ભરોસે ન રહો. તમારા દ્વારા આપવામાં આવેલી એક ખોટી જાણકારી તમારી પૉલિસીને રદ્દ પણ કરાવી શકે છે.

પૉલિસી ડોક્યુમેન્ટમાં એક ડેથ બેનિફિટ કોલમ હોય છે તેને ધ્યાનથી વાંચો. વીમો ઉતરાવનારનું મૃત્યુ થાય ત્યારે કઈ કઈ પરિસ્થિતિમાં ડેથ બેનિફિટ નહીં મળે કે ઓછો મળશે તેની જાણકારી અહીંથી મળે છે. મોટાભાગની પૉલિસીમાં એક ચોક્કસ સમયગાળામાં જો આત્મહત્યાથી મૃત્યુ થાય તો ડેથ બેનિફિટ નથી મળતો. ગેરકાયદે અને ગુનાઈત પ્રવૃતિઓમાં સામેલ રહેવાના કારણએ જો વીમાધારકનું મૃત્યુ થયું છે તો પણ મોટાભાગની પૉલિસીમાં મૃત્યુલાભ નથી મળતો. આ ઉપરાંત ઘણી પૉલિસી બાળકના જન્મ સમયે માતાનું મૃત્યુ થાય તો પણ વીમા કવરેજ નથી આપતી.

આ પણ જુઓ: મફતમાં મળતાં આ વીમા અંગે હંમેશા રહો પૂરેપૂરા માહિતગાર

આ પણ જુઓ: તમારા રોકાણ અને બચતમાં નૉમિનીની નિમણૂક શા માટે છે મહત્ત્વની?

g clip-path="url(#clip0_868_265)">