MONEY9: મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન કેટલા પ્રકારના હોય છે, સમજો આ વીડિયોમાં

| Edited By: | Updated on: Mar 19, 2022 | 5:39 PM

કોઈ પણ રોકાણકાર સારું રિટર્ન મેળવવા માટે જ ઈક્વિટીમાં રોકાણ કરતો હોય છે. માટે કોઈ પણ ઈક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલાં તેનો ટ્રેક રેકોર્ડ જરૂરથી જોઇલો અને આ રિટર્નનો પ્રકાર ક્યો છે તે પણ જાણી લો.

કોઈ પણ રોકાણકાર સારું રિટર્ન મેળવવા માટે જ ઈક્વિટી (EQUITY)માં રોકાણ કરતો હોય છે. માટે કોઈ પણ ઈક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND)માં રોકાણ (INVESTMENT) કરતા પહેલાં તેનો ટ્રેક રેકોર્ડ જરૂરથી જોઈલો. રિટર્ન રિટર્ન રટતા રહો, પરંતુ પહેલા સમજો કે ક્યા પ્રકારનું રિટર્ન જોઈએ? એક હોય છે રિલેટિવ રિટર્ન. એટલે કે તમારુ મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ ઈન્ડેક્સની તુલનામાં કેટલું રિટર્ન આપે છે. અહીં હોય છે ફંડ મનેજરની ચતુરાઈનું માપદંડ કે તેણે ઈન્ડેક્સને હરાવ્યો છે કે નહીં? બીજું હોય છે એબ્સોલ્યુટ રિટર્ન. એનો અર્થ કે એક મ્યુચ્યુઅલ ફંડે એક નિર્ધારિત સમયગાળામાં કેટલો ફાયદો કરાવ્યો. તેમાં શેરબજારના ઈન્ડેક્સ સાથે તુલના નથી કરવામાં આવતી.

જેમ કે મ્યુચ્યુઅલ ફંડની કિંમત 10 હજાર છે અને તેમાં રોકાણ 8 હજાર છે તો વાસ્તવિક રિટર્ન થયું 25 ટકા. આ ફોર્મૂલા ત્યારે કામમાં આવે છે જ્યારે તમે ઓછા સમયમાં વધારે રિટર્ન મેળવવા માટે થોડુંક જોખમ લેવા માંગતા હોવ અને એ પણ જરુરી છે કે પછી તે રિલેટિવ હોય કે એબ્સોલ્યુટ. ઓછામાં ઓછું છેલ્લા ત્રણ વર્ષનું રિટર્ન જરુર જોઈ લેજો, નહીં તો પછી પસ્તાવું પડશે.

આ પણ જુઓ:  ફૉર્મ્યુલા ગુરુ સમજાવશે બલ્ક અને બ્લોક ડીલ વચ્ચેનો તફાવત

આ પણ જુઓ: કંપનીના કેશ ફ્લોની ગણતરી કેવી રીતે કરશો?