MONEY9: શેરબજારના ઉતાર-ચડાવની ખબર નથી પડતી તેમ છતાં કમાણી કરવી છે ? તો જુઓ આ વીડિયો

|

Mar 09, 2022 | 5:52 PM

બજારમાં રોકાણની રણનીતિ ઘડતી વખતે પોતાના પોર્ટફોલિયોને સંતુલિત રાખો. પોતાના જોખમની મર્યાદા નક્કી કરો અને જો તક મળે તો ચોક્કસપણે નફો રળી લો પરંતુ બધો પૈસો મિડકૅપમાં ન લગાડી દેતા કારણ કે, કડાકા વખતે જટકો જોરથી લાગે છે.

શેરબજાર (STOCK MARKET)માં રોકાણ (INVESTMENT) કરવા અને તેમાંથી કમાણી (EARNING) કરવા માટે સીધો કોઇ મંત્ર નથી પરંતુ જો કેટલાક સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો તમે મોટા નુકસાનથી ચોક્કસ બચી શકો છો. તેવી જ રીતે જો તમને શેરબજારના ચડાવ-ઉતારના ગણિતની સમજ નથી પડતી તેમ છતાં કમાણી કરવી છે તો તમારે કેટલાક નિયમોનું પાલન કરવું જોઇએ.

મિડકૅપ શેર્સમાં માત્ર તેમણે જ રોકાણ કરવું જોઈએ, જેઓ ઉતાર-ચઢાવનો સામનો કરવાનું જાણે છે. બજારમાંથી સારી કમાણી કરવા માટે પોર્ટફોલિયોમાં 60 ટકા ફાળવણી લાર્જકૅપ માટે જ્યારે 40 ટકા ફાળવણી મિડકૅપ માટે કરવી જોઈએ. મિડકૅપમાં માત્ર ક્વોલિટી કંપનીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

બજારમાં રોકાણની રણનીતિ ઘડતી વખતે પોતાના પોર્ટફોલિયોને સંતુલિત રાખો. પોતાના જોખમની મર્યાદા નક્કી કરો અને જો તક મળે તો ચોક્કસપણે નફો રળી લો પરંતુ બધો પૈસો મિડકૅપમાં ન લગાડી દેતા. કારણ કે, કડાકા વખતે જટકો જોરથી લાગે છે. ધ્યાન રાખો કે, યોગ્ય પસંદગી અને તક ઝડપવાનો નિર્ણય જ શેરબજારમાં કમાણી કરવાનો મંત્ર છે.

આ પણ જુઓ

ફંડ પસંદ કરવાની મૂંઝવણ દૂર કરશે આ ફંડ

આ પણ જુઓ

ડિમેટ ખાતુ તો ખોલાવી નાખ્યું, હવે પૈસા કયા શેરમાં રોકવા?

 

 

Next Video