ડીપ ફેક મામલે એક્શનમાં મોદી સરકાર, સોશિયલ મીડિયા કંપનીને અપાયુ અલ્ટીમેટમ, 15 જ દિવસમાં આવશે કાયદો

ડીપ ફેક મામલે એક્શનમાં મોદી સરકાર, સોશિયલ મીડિયા કંપનીને અપાયુ અલ્ટીમેટમ, 15 જ દિવસમાં આવશે કાયદો

| Edited By: | Updated on: Nov 25, 2023 | 6:01 PM

ડીપ ફેક મામલે હવે મોદી સરકાર એક્શનમાં આવી છે અને સોશિયલ મીડિયા કંપનીઓને અલ્ટીમેટમ આપ્યુ છે. સરકાર ડીપ ફેક મામલે 15 જ દિવસમાં કાયદો લાવવાની તૈયારીમાં છે. ફેક કન્ટેન્ટ અટકાવવા સોશિયલ મીડિયા કંપનીઓને પણ તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે. ફેક કન્ટેન્ટ આવે તો મીડિયામાં કંપનીએ રિપોર્ટ મોકલવાનો રહેશે.

ડીપ ફેક મામલે હવે સરકાર ઝીરો ટોલરન્સની નીતિથી એક્શનમાં આવી છે.મોદી સરકારે ડીપ ફેક મામલે કોઈને પણ બક્ષવાના મૂડમાં નથી આથી જ અને સોશિયલ મીડિયા કંપનીઓને અલ્ટિમેટમ આપી દેવાયું છે. ડીપ ફેક મામલે કોઈપણ પ્રકારની છેડછાડ માટે સોશિયલ મીડિયા કંપની જવાબદાર રહેશે. કંપની માટે 4 નિયમ રહેશે.

  • ફેક, સિન્થેટિક વીડિયો ઓળખવા પડશે
  • ફેક કન્ટેન્ટ અટકાવવા સોશિયલ મીડિયા કંપનીઓએ તપાસ કરવાની રહેશે
  • ફેક કન્ટેન્ટ આવે તો મીડિયામાં કંપનીએ રિપોર્ટ મોકલવાનો રહેશે
  • યુઝર્સ સાચા વીડિયો, ફોટો કે સૂચના જોઈ રહ્યા છે તે જાણી શકે તે માટે કંપનીએ ફેક કન્ટેટન્ટ અંગે જાગૃત કરવા પડશે.

આ ચર્ચા વચ્ચે એક રમૂજી પણ ગંભીર બાબતે પણ વાત કરવી રહી.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો ડીપફેક હોવાના નામે ખૂબ વાયરલ થયો હતો. નવરાત્રી બાદ આ ગરબાનો વીડિયો એવો તો ફેલાયો કે, ઘરે ઘરે લોકોએ ગરબા રમતા નરેન્દ્ર મોદીને જોયા પછી, એવી વાતો આવી કે, આ વીડિયો ડીપફેકથી બનાવેલો છે. વડાપ્રધાન પોતે પણ એક કાર્યક્રમમાં આ વીડિયો અંગે વાત કરી હતી.

જો કે, આ વીડિયો ડીપફેક નથી. વીડિયોમાં જે વ્યક્તિ છે, તે પણ સામે આવી છે. વીડિયોમાં દેખાતી આ વ્યક્તિનું નામ છે વિકાસ મહંતે અને તેઓ મુંબઈના બિઝનેસમેન છે. પોતે અનેક કેમ્પેઈનમાં જોડાઈ ચૂક્યા છે, અને તેમણે વડાપ્રધાને વીડિયોને ડીપફેક કહ્યાં બાદ ખુલાસો કર્યો. લંડનમાં એક દિવાળી કાર્યક્રમમાં વિકાસ મહંતે ગયા હતા.. જ્યાં આ ગરબા કરાયા, અને વીડિયો વાયરલ થયો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 24, 2023 11:53 PM