Bhavnagar: ડમીકાંડમાં વધુ એકની ઘરપકડ, ડમી ઉમેદવાર 7 વાર આપી ચુક્યો છે વિવિધ પરીક્ષા, જુઓ Video

|

Apr 19, 2023 | 10:40 PM

તાજેતરમાં જ ડમીકાંડને લઈને એક નવો ખુલાસો થયો છે. ભાવનગર પોલીસે (Bhavnagar police) ડમીકાંડને લઈને મિલન ઘૂઘા બારૈયાની ધરપકડ કરી છે.

અત્યાર સુધીમાં ડમીકાંડમાં અનેક નવા ખુલાસા થયા છે. જેમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે ભાવનગર પોલીસે ડમીકાંડને લઈને મિલન બારૈયાની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ મિલન બારૈયા જુદી જુદી સાત પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે આપી પરીક્ષા આપી ચુક્યો છે, રાજ્યભરમાં ફેલાયેલા ડમીકાંડનું દંગલ હવે ધીમે ધીમે એક પૂર્વ આયોજીત ષડયંત્રનો ભાગ હોવા તરફ ઇશારો કરી રહ્યું છે. આ પ્રકરણમાં હાથ ધરાયેલ પોલીસ તપાસમાં એક પછી એક સામે આવી રહેલા ખુલાસા ઇશારો કરી રહ્યા છે કે, આ એક સુઆયોજીત રીતે વર્ષોથી ડમીના નામે પરીક્ષા પાસ કરીને નોકરી મેળવવાનો ગોરખધંધો ચાલી રહ્યો હતો.

આ પણ વાચો: Breaking News: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને ભાવનગર પોલીસનું તેડુ, ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવુ પડશે, પોલીસને હાથ લાગ્યા આર્થિક વ્યહવારના પુરાવા !

મિલન બારૈયાએ અત્યાર સુધી અનેકવાર ડમી તરીકે પરીક્ષા આપી

ડમીકાંડની તપાસ કરી રહેલી SITની તપાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ પૂછપરછમાં ડમીકાંડના આરોપી મિલન બારૈયાએ અત્યાર સુધી અનેકવાર ડમી તરીકે પરીક્ષા આપ્યાની કબૂલાત કરી છે. માત્ર ભાવનગર જ નહીં મિલને અમરેલી જિલ્લાની સ્કૂલોમાં ડમી તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યો છે. સૂત્રોની માનીએ તો મિલન પ્રત્યેક પ્રશ્નપત્ર દીઠ રૂપિયા 25 હજાર લઇને ડમીનો રોલ અદા કરતો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video