Mumbai Rain : મુંબઈના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ, આગામી 4 કલાક ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે મુંબઈ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભરઉનાળે મુંબઈમાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો છે. સાઉથ મુબંઈના કોલાબ, મરીન લાઈન, બાંદ્રામાં કમોસમી વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે મુંબઈ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભરઉનાળે મુંબઈમાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો છે. સાઉથ મુબંઈના કોલાબ, મરીન લાઈન, બાંદ્રામાં કમોસમી વરસાદ પડ્યો છે. તેમજ ભાયખલા, પરેલ, લાલબાગ, દાદર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. અંધેરીથી બોરીવલી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. 30થી 40 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયો છે. તેમજ આગામી 4 કલાક મુંબઈમાં પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 17 મે બાદ ગુજરાતમાં આકરી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
ગરમીનો નવો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે. અંબાલાલના જણાવ્યા મુજબ 25 મે બાદ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટકી શકે છે.
મહારાષ્ટ્રના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
