Kam-Ni-Vaat: વહેલી તકે PANCARD સાથે AADHAARને કરી લો લિંક, 31 માર્ચ પછી નુકસાનનો કરવો પડશે સામનો

|

Apr 22, 2022 | 1:56 PM

તમને જણાવી દઈએ કે આવકવેરાના નિયમો મુજબ હવે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. આ કિસ્સામાં જો કોઈ વ્યક્તિએ તેના PAN ને AADHAAR સાથે લિંક કર્યું નથી તો તેનું PAN કાર્ડ અમાન્ય ગણાશે.

આધાર કાર્ડ (Aadhaar card) અને પાનકાર્ડ (PAN card) આ બંને દસ્તાવેજ હવે રોજીંદી જીંદગીમાં અનેક કામકાજ માટે ખુબ જ મહત્વપૂર્ણ બની ગયા છે. સરકારી યોજનાઓનો લાભ લેવો હોય કે રીટર્ન ફાઈલ (Return file) કરવું હોય કે પછી કોઈ બેંકીગ સુવિધાનો લાભ લેવો હોય. આ બંને દસ્તાવેજ જરૂરી તો છે પણ હવે એકબીજા સાથે લિંક હોવા પણ ફરજીયાત છે. તમને જણાવી દઈએ કે આવકવેરાના નિયમો મુજબ હવે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. આ કિસ્સામાં જો કોઈ વ્યક્તિએ તેના PANને AADHAAR સાથે લિંક કર્યું નથી તો તેનું PAN કાર્ડ અમાન્ય ગણાશે.

જો તમે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક (SBI)ના ખાતાધારક છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. બેંકે તેના તમામ ગ્રાહકોને તેમના ખાતા સંબંધિત જરૂરી કાર્ય શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી છે નહિંતર બેંક તમારી બેંકિંગ સેવાઓ પછીથી બંધ કરી દેશે. બેંકે ગ્રાહકોને જાણ કરી છે કે 31 માર્ચ 2022 પહેલા તમારે પાન કાર્ડ (PAN CARD)ને ગ્રાહક આધાર (AADHAAR)સાથે લિંક કરવું પડશે અને જો આમ નહીં કરો તો તમારી બેંકિંગ સેવાઓને સ્થગિત કરવામાં આવશે. આવકવેરાના નિયમો (Income tax rules) મુજબ હવે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. બેંકે ગ્રાહકોને 31 માર્ચ 2022ની સમયમર્યાદા આપી છે.

કેમ જરૂરી છે આધાર અને પાનને લિંક કરવું ?

  1. આવકવેરાના નિયમો મુજબ હવે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે
  2. આ કિસ્સામાં જો કોઈ વ્યક્તિએ તેના PANને AADHAAR સાથે લિંક કર્યું નથી તો તેનું PAN કાર્ડ અમાન્ય ગણાશે.
  3. બીજી તરફ કોઈપણ અસુવિધાથી બચવા માટે SBIએ ગ્રાહકોને શક્ય તેટલી વહેલી તકે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા ચેતવણી આપી છે.
  4. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે જો ગ્રાહકનું પાન કાર્ડ માન્ય ન હોય તો બેંકિંગ (Banking) સેવાઓ બંધ કરવામાં આવશે.

માટે તમારે આજે આ કાર્ય વહેલી તકે પૂર્ણ કરવું જોઈએ. નોંધપાત્ર રીતે PAN કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની પ્રથમ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર, 2021 હતી, જે બાદમાં સરકાર દ્વારા 31 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવી હતી. જો તમે હજુ સુધી PAN અને આધારને લિંક નથી કરાવ્યું તો આ શક્ય તેટલું જલ્દી કરો. હવે એ જાણી લો કે કેવી રીતે તમે પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકો છો.

પાન કાર્ડ અને આધાર કાર્ડને આ રીતે લિંક કરો

  1. PAN અને AADHAAR કાર્ડને લિંક કરવા માટે
  2. સૌથી પહેલા ઈન્કમટેક્સની ઓફિશિયલ વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in/home પર ક્લિક કરો.
  3.  અહીં તમને Link Aadhaarનો વિકલ્પ દેખાશે જે તમે પસંદ કરો.
  4.  આગળના પેજ પર તમારે આધારમાં દાખલ કરેલ નામ ભરવાનું રહેશે.
  5. જો તમારી પાસે આધારમાં જન્મનું વર્ષ જ છે તો I have only year of birth in aadhaar card પસંદ કરો.
  6.  ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવો અને OTP દાખલ કરો.
  7. આ પછી તમે SUBMIT બટન પર ક્લિક કરતા જ તમારું આધાર અને પાન કાર્ડ લિંક થઈ જશે.
  8.  આ પછી તમે તમારી SBI બેંકિંગ સેવાઓનો લાભ લેવાનું ચાલુ રાખી શકો છો.

 

આ પણ વાંચો : Kam ni vaat : તમારી કઈ આવક પર નહીં લાગે ટેક્સ, જાણો નિયમ અને શરતો

આ પણ વાંચો : Kam ni Vaat : શું તમે તમારા આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કર્યું ? જો ના કર્યું હોય તો આ છે સરળ રીત

Published On - 4:03 pm, Mon, 21 March 22

Next Video