Kam-Ni-Vaat: નોકરી બદલતી વખતે જૂના PFને નવા ઈપીએફ અકાઉન્ટમાં ટ્રાન્સફર કેવી રીતે કરવું? જાણો ઓનલાઈન ટ્રાન્સફર કરવાની સરળ રીત

|

Apr 22, 2022 | 1:56 PM

નોકરી બદલવા પર જૂના પીએફને સરળતાથી નવા ઈપીએફ અકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરો.

શું તમે તાજેતરમાં જ નોકરી (Job) બદલી છે? છેલ્લે નોકરી બદલવા પર તમે PFને નવા પીએફમાં ટ્રાન્સફર (PF transfer) કર્યું હતું. તમે પણ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્ય છો, તો પીએફને ઓનલાઇન ટ્રાન્સફર (Online transfer) કરી શકો છો. નોકરી બદલવા પર તમારે જૂના પીએફ અકાઉન્ટના (PF account) રૂપિયા નવી કંપનીના ઈપીએફ ખાતામાં ટ્રાન્સફર કરવાના હોય છે, જેથી તમે પીએફની કુલ રકમ પર વધુ વ્યાજ (Interest) મેળવી શકો. પીએફ અકાઉન્ટને કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય છે, તેના વિશે જાણીએ…

ઘરે બેઠા ઓનલાઇન કરી શકો છો પીએફના રૂપિયા ટ્રાન્સફર

સૌથી પેલા EPFOની વેબસાઇટ પર UAN નંબર અને પાસવર્ડ દ્વારા લોગ ઇન કરો
EPFOની વેબસાઇટ પર ઓનલાઇન સર્વિસિઝમાં જાઓ
એક સભ્ય એક EPF ખાતાની પસંદગી કરો
અહીં ફરીથી UAN નંબર નાંખો અથવા જૂનું EPF આઈડી નાંખો
તેના દ્વારા તમારા અકાઉન્ટની બધી જાણકારી મળી જશે
અહીં ટ્રાન્સફર ચકાસવા માટે તમારી જૂની અથવા નવી કંપનીની પસંદગી કરો
હવે જૂના અકાઉન્ટને સિલેક્ટ કરો અને OTP જનરેટ કરો
OTP દાખલ કરવાની સાથે રૂપિયા ટ્રાન્સફર ઓપ્શન શરૂ થઈ જશે
તમે સ્ટેટસને ટ્રેક ક્લેમ સ્ટેટસ મેન્યુમાં ઓનલાઇન જોઇ શકશો

આ પ્રોસેસ કર્યા બાદ નવી કંપનીમાં કેટલાક દસ્તાવેજ તમારે જમા કરાવવા પડશે

ઓનલાઇન અરજી જમા કર્યાના 10 દિવસની અંદર કંપનીમાં દસ્તાવેજ જમા કરાવવા.
PDF ફાઇલમાં ઓનલાઇન પીએફ ટ્રાન્સફર અરજીની સેલ્ફ અટેસ્ટેડની કોપી જમા કરવાની રહેશે.
તેના પછી કંપની તેને મંજૂરી આપશે.
મંજૂરી મળ્યા પછી PFને વર્તમાન કંપની સાથે નવા PF અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

આ પણ વાંચો : Kam Ni Vaat : સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે શું ? કયા છે તેના લાભ ? કેવી રીતે ખોલાવશો ખાતું ? જાણો તમામ વિગત

આ પણ વાંચો : Kam Ni Vaat : PPF સહિત પોસ્ટ ઓફિસની 5 યોજનાઓ આપી રહી છે FD કરતા વધુ વ્યાજ, જાણો ક્યાં રોકણ કરવું રહેશે વધુ સારું

Published On - 8:08 pm, Sat, 19 March 22

Next Video