Kam Ni Vaat: જો તમારી પાસે એકથી વધારે બેંક અકાઉન્ટ હોય તો થઈ જજો સાવધાન, વધુ બેન્ક અકાઉન્ટ બની શકે છે નુકસાનકારક

|

Apr 22, 2022 | 1:57 PM

જો તમારી પાસે એકથી વધારે બેન્ક ખાતા હોય અને તેનો ઉપયોગ તમે ના કરતા હોવ તો તેને બંધ કરાવી દેજો. એક નાનકડી ભૂલ તમને ભારે નુકસાન કરાવી શકે છે

જલદી-જલદી નોકરી બદલતી વખતે પ્રત્યેક કંપની અલગ સેલેરી એકાઉન્ટ (Salary account) ખોલાવે છે. આવામાં અગાઉની કંપનીના ખાતાને જો બંધ ના કરાવીએ તો તે નિષ્ક્રિય (Inactive) થઈ જાય છે, કારણ ગમે તે હોય પણ જો તમારી પાસે એકથી વધારે બેન્ક ખાતા (Bank account) હોય અને તેનો ઉપયોગ તમે ના કરતા હોવ તો સતર્ક થઈ જજો અને  તેને બંધ કરાવી દેજો. આ બાબતમાં કરેલી નાનકડી ભૂલ તમને ભારે નુકસાન કરાવી શકે છે. આ મામલે તમારે સતર્ક થવાની જરૂર છે. આવો સમજીએ કે, વધારે બેન્ક ખાતા રાખવાથી કેટલું નુકસાન થાય છે.

વધારે બેન્ક ખાતા રાખવાથી કેટલું નુકસાન થાય છે?

  1.  જેટલા બેન્ક એકાઉન્ટ હશે તેટલા રૂપિયા વાર્ષિક સર્વિસ અને અન્ય ચાર્જના ભાગરૂપે ચૂકવવા પડશે.
  2.  સાથે સાથે શહેર પ્રમાણે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ (Minimum balance) પણ રાખવું પડે છે. સ્પષ્ટ છે કે, જેટલા વધારે એકાઉન્ટ હશે તેટલો વધારે ખર્ચ દર વર્ષે મેન્ટેનન્સ ચાર્જ (Maintenance charge) હેઠળ તમારે ભોગવવો પડશે.
  3.  જો તમે મિનિમમ બેલેન્સ મેન્ટેઇન નહીં કરો તો તમારા પર પેનલ્ટી લગાડવામાં આવે છે.
  4.  જો તમે વારંવાર પેનલ્ટી (Penalty) ભરશો તો તમારો સિબિલ સ્કોર (Sibyl score) ખરાબ થાય છે.
  5.   તેના કારણે ભવિષ્યમાં લોન લેવામાં મુશ્કેલી પડી શકે છે.
  6.  સેવિંગ (Savings account) અથવા કરન્ટ એકાઉન્ટ (Current account)માં એક વર્ષ સુધી કોઈ લેવડદેવડ ન થાય તો તે ઈનએક્ટિવ થઈ જાય છે.
  7.  બે વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન (Transaction) ન થવાથી તે ડૉરમેન્ટ એકાઉન્ટ (Dormant account) બની જાય છે.
  8.  જે ખાતામાં લાંબા સમય સુધી લેવડદેવડ નથી થતી તેમાં છેતરપિંડીની સંભાવના વધી જાય છે.

જ્યારે તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (Income tax return) ફાઈલ કરો છો ત્યારે તેમાં તમામ બેન્ક એકાઉન્ટ નંબરની સાથે તેમના IFSC કોડ લખવા જરૂરી છે. સાથે સાથે સમગ્ર નાણાંકીય વર્ષમાં બચત ખાતામાં થયેલી કુલ આવક અને ટ્રાન્ઝેક્શનની સંપૂર્ણ વિગતો આપવી જરૂરી છે.

IT રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી

  1.  ઘણી બધી બેન્કોમાં એકાઉન્ટ હોવાથી રિટર્ન ભરવામાં મુશ્કેલીનો સામનો કરવાનો કરવો પડે છે.
  2.  આવક અને જાવક વચ્ચે સમતોલન સાધવું મુશ્કેલ થઈ શકે છે.
  3.  ઘણી તકનીકી સમસ્યાનો સામનો કરવો પડે છે.
  4.  જો CA પાસે રિટર્ન ભરાવો છો તો તેને તમામ બેન્ક ખાતાના ટ્રાન્ઝેક્શનની વિગતો આપવી પડશે.

એટલે કે તમે જેટલા ઓછા બેન્ક એકાઉન્ટ રાખશો, તમારા માટે રિટર્ન ભરવું તેટલું જ સરળ થઈ જશે. આનાથી ઇન્કમ ટેક્સ વિભાગ (Income Tax Department) તરફથી નોટિસ મળવાની કે કોઈ તમારા નિષ્ક્રીય એકાઉન્ટ મારફતે છેતરપિંડી થવાની સંભાવના પણ ઘણી હદ સુધી ઓછી થઈ જશે.

આ પણ વાંચો : Kam-Ni-Vaat: LPG સિલિન્ડર પર ફરી શરૂ થઈ સબસિડી! ખાતામાં ફટાફટ આવવા લાગ્યા પૈસા, આ રીતે ચેક કરો

આ પણ વાંચો : Kam-Ni-Vaat : જાણો કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી, શું છે તેના લાભ, કેટલી મળે છે લોન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Published On - 2:50 pm, Wed, 6 April 22

Next Video