Israel Hamas War Video: હમાસે તેલ અવીવ પર કર્યો રોકેટ હુમલો, મહિલાઓ અને બાળકો જીવ બચાવવા ભાગ્યા, જુઓ વીડિયો
આ વીડિયો ઈઝરાયેલના તેલ અવીવનો છે. જ્યાં વિસ્ફોટ અને રોકેટના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. લોકો પોતાના ઘર છોડીને સલામત સ્થળે જવા માટે રસ્તા પર દોડતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો ખૂબ જ ભયાનક છે અને વિસ્ફોટોના આ અવાજો કોઈને પણ પરેશાન કરી શકે છે. તેલ અવીવ અને અશદોદમાં હાલ પરિસ્થિતિ ચિંતાજનક છે. લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે આઠમા દિવસે પણ યુદ્ધ ચાલુ છે.
ઈઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે ચાલી રહેલા યુદ્ધના (War) કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ દિવસોમાં ઈઝરાયેલના લોકો નિંદ્રાધીન રાતો પસાર કરી રહ્યા છે. આ વીડિયો ઈઝરાયેલના તેલ અવીવનો છે. જ્યાં વિસ્ફોટ અને રોકેટના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. લોકો પોતાના ઘર છોડીને સલામત સ્થળે જવા માટે રસ્તા પર દોડતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો ખૂબ જ ભયાનક છે અને વિસ્ફોટોના આ અવાજો કોઈને પણ પરેશાન કરી શકે છે.
આ પણ વાંચો : Israel Hamas War: ગાઝામાં ઈઝરાયેલની સેનાની એન્ટ્રી, આગામી 48 કલાક ભારે
તમને જણાવી દઈએ કે તેલ અવીવ અને અશદોદમાં હાલ પરિસ્થિતિ ચિંતાજનક છે. લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે આઠમા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. ઇઝરાયેલ હમાસની જગ્યાઓને નિશાન બનાવી રહ્યું છે. ગાઝા પટ્ટીના તાજેતરના હુમલાથી નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વધી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો